For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જીને કર્યા યાદ કહ્યુ - 'તેમના આદર્શ દેશવાસીઓને પ્રેરિત કરે છે'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જયંતિ પર યાદ કરીને ટ્વિટ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જયંતિ પર યાદ કરીને ટ્વિટ કર્યુ છે. પ્રધાનમંત્રીએ ટ્વિટર પર લખ્યુ છે કે, 'હું શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જયંતિ પર નમન કરુ છુ. એક દેશભક્ત, જેમણે ભારતના વિકાસ માટે અનુકરણીય યોગદાન આપ્યુ છે. તેમણે ભારતની એકતાને આગળ વધારવા માટે સાહસી પ્રયત્નો કર્યા. તેમના ઉચ્ચ આદર્શ આપણા દેશમાં લાખો લોકોને પ્રેરિત કરે છે.'

pm modi

તમને જણાવી દઈએ કે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કોલકત્તામાં 6 જુલાઈ, 1901માં જન્મ થયો હતો. તેઓ શિક્ષણ વિદ, ચિંતક અને ભારતીય જનસંઘના સંસ્થાપક હતા. તેમણે વર્ષ 1951માં ભારતીય જનસંઘનો પાયો નાખ્યો હતો. ડૉ. મુખર્જી જમ્મુ કાશ્મીરને ભારતનો હિસ્સો બનાવવા માંગતા હતા કારણકે એ વખતે જમ્મુ કાશ્મીરનો અલગ ઝંડો અને અલગ બંધારણ હતુ.

સંસદમાં પોતાનના ભાષણમાં મુખર્જીએ કલમ- 370ને સમાપ્ત કરવાની વાત કરી હતી અને પોતાના સંકલ્પને પૂરો કરવા માટે 1953માં પરમિશન માટે જમ્મુ કાશ્મીરની યાત્રા પર નીકળી પણ પડ્યા હતા પરંતુ તે જેવા ત્યાં પહોંચ્યા તેમને નજરબંધ કરી લેવામાં આવ્યા હતા અને 23 જૂન 1953ના રોજ રહસ્યમય પરિસ્થિતિઓમાં તેમનુ મોત થઈ ગયુ હતુ.

English summary
PM Modi pays tribute to Dr. Shyama Prasad Mukherjee on his birth anniversary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X