મોદીએ ખેડૂતોના વખાણ કર્યાં, બોલ્યા- કોરોના કાળમાં પણ ખેત પેદાશોનું રેકોર્ડ ઉત્પાદન થયું

મોદીએ ખેડૂતોના વખાણ કર્યાં, બોલ્યા- કોરોના કાળમાં પણ ખેત પેદાશોનું રેકોર્ડ ઉત્પાદન થયું

પીએમ મોદીએ રવિવારે દેશભરના ખેડૂતોના વખાણ કર્યા અને કહ્યું કે કોરોના મહામારીમાં પણ ખેત પેદાશોનું રેકોર્ડ ઉત્પાદન થયું છે. આજે પીએમે મન કી બાત કાર્યક્રમમાં જનતાને સંબોધિત કરતા કહ્યું કે કોરોનાએ દરેક ક્ષેત્રને ખરાબ રીતે પ્રભાવિત કરી લીધા છે પરંતુ કૃષિ ક્ષેત્રમાં ખેત પેદાશોનું રેકોર્ડ સ્તરે ઉત્પાદન થયું છે.

mann ki baat

પીએમ મોદીએ કહ્યું કે, દેશે એટલા મોટા સંકટનો સામનો કરવો પડ્યો કે તેણે દેશને દરેક વ્યવસ્થાને પ્રભાવિત કરી. કૃષિ ક્ષેત્રએ આપણને તેનાથી ઘણી હદ સુધી બચાવ્યા છે. આ ક્ષેત્રએ ખુદને બચાવ્યો તો છે જ સાથે પ્રગતિ પણ કરી છે. તેમણે કહ્યું કે ખેડૂતોએ ખેત પેદાશોનું રેકોર્ડ ઉત્પાદન કર્યું અને આ વખતે દેશે રેકોર્ડ માત્રામાં ખેત પેદાશો ખરીદી છે. તેમણે કહ્યું કે આ સમયે દેશના કેટલાય ભાગોમાં ખેડૂતોને સરસવની ખરીદી વેચવા પર ટેકાના ભાવથી વધુ પૈસા મળ્યા.

પીએમ મોદીએ આગળ કહ્યું કે, ઘઉંના રેકોર્ડ ઉત્પાદનથી આપણે દેશના પ્રત્યેક વ્યક્તિની મદદ કરવામાં સમર્થ થયા. આજે સંકટના આ સમયે 80 કરોડ વંચિત નાગરિકોને મફતમાં રાશન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે અને દરેક જરૂરીયાતમંદ ઘરે ચૂલો સળગી રહ્યો છે.

નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે કિસાન રેલ અત્યાર સુધી 2 લાખ ટન ઉપજનું પરિવહન કરી ચૂકી છે. હવે ખેડૂતો બહુ ઓછી કિંમતે દેશના અન્ય દૂરના શહેરોમાં ફળ, શાકભાજી, અનાજ મોકલવામાં સક્ષમ થયા છે. તેમણે આગળ કહ્યું કે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો નવા ઈંતેજામોનો લાભ લઈને બહુ સારું કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X