For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુષ્ણતિથિના પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્લી સ્થિત અટલ સમાધિ સ્થળ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિણ કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુષ્ણતિથિના પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્લી સ્થિત અટલ સમાધિ સ્થળ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિણ કરી. રાષ્ટ્રપતિ ઉપરાંત ઉપ રાષ્ટ્રતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અટલ સમાધિ સ્થળે પહોંચ્યા અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય ભાજપ નેતા પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અટલ સમાધિ સ્થળે પહોંચ્યા.

homage

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યુ કે, 'ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના જીવનની ક્ષણેક્ષણ ભારતને પરમ વૈભવના શિખર પર લઈ જવા માટે સમર્પિત રહી. અટલજી જેવા બહુઆયામી વ્યક્તિત્વવાળા જનનેતાને મેળવીને ભારતીય રાજનીતિ ધન્ય થઈ ગઈ છે. તેમના મૂલ્યો તેમજ આદર્શો આધારિત જીવન આપણે કરોડો કાર્યકર્તાઓ માટે એક અનમોલ ધરોહર છે.' તેમણે બીજા ટ્વિટમાં કહ્યુ કે, 'આદરણીય અટલજીએ પોતાના દ્રઢ નિશ્ચય તેમજ દૂરદર્શિતા સાથે દેશમાં સુશાસન તેમજ વિકાસને ચરિતાર્થ કરીને દરેક ભારતવાસીના જીવનના સ્પર્શ કર્યો સાથે જ આખા વિશ્વને અટલ ભારતના સાહસ અને સામર્થ્યથી પરિચિત કરાવ્યા. આવા મહાન યુગ મનીષી શ્રી અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ પર તેમના ચરણોમાં કોટિ-કોટિ વંદન.'

ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 25 ડિસેમ્બર, 1924ના રોજ થયો હતો. અટલ બિહારી વાજપેયી સૌથી પહેલા 1996માં 13 દિવસ માટે પ્રધાનમંત્રી બન્યા હતા અને ત્યારબાદ 1998માં તેમણે કેન્દ્રમાં 13 મહિનાની સરકાર ચલાવી હતી. 1999માં તેઓ ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બન્યા અને 2004માં એનડીએની હાર સુધી આ પદ પર રહ્યા. તેમના કાર્યકાળમાં ભારતે પરમાણુ પરીક્ષણ કરીને પોતાની તાકાતનો પરિચય કરાવ્યો. વળી, કારગિલમાં થયેલ પાકિસ્તાની ઘૂસણખોરીને રોકીને પડોશી દેશને પાઠ ભણાવ્યા.

English summary
PM Modi, president Kovind, vice president pays homage to former PM Atal Bihari Vajpaee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X