
Pics: રાજઘાટ પહોંચી પીએમ મોદી-રાહુલ ગાંધીએ બાપુને આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ આજે દેશ આખો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ મનાવી રહ્યો છે, આ અવસર પર દેશના દરેક રાજ્યમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદી, યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી.
|
પીએમ મોદીએ રાજઘાટ પહોંચીને બાપુને આપી શ્રદ્ધાંજલિ
જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી પણ આ વખતે ગાંધી જયંતિ પર મોટું આયોજન કરી રહી છે. 15 દિવસ પહેલા જ શરૂ કરેલ ભાજપનું 'સ્વચ્છતા જ સેવા' કેમ્પેઈન આજે ખતમ થશે, પીએમ મોદી આંતરરાષ્ટ્રીય સ્વચ્છા સંમેલનના સમાપન સત્રમાં ભાગ લેશે, જે બાદ મોદી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંતોનિયો ગુતારેસ સાથે આંતરરાષ્ટ્રીય અને ઉર્જા એસેંબલીનું ઉદ્ઘાટન કરશે, વિજ્ઞાન ભવનથી પીએમ મોદી અને ગુતારેસ દિલ્હી અને નોઈડામાં આયોજિત થઈ રહેલા આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનની પહેલી બેઠકનું પણ ઉદ્ઘાટન કરશે.
|
કોંગ્રેસ CWCની બેઠક
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના મોકા પર કોંગ્રેસ મહારાષ્ટ્રના વર્ધામાં પોતાની વર્કિંગ કમિટીની બેઠક કરી રહી છે, જેમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિતના તમામ મોટા નેતાઓ આ બેઠકમાં હાજર રહેશે.
આ પણ વાંચો- જાણો, ગાંધી બાપુ ખુદ કઈ રીતે મનાવતા હતા પોતાનો જન્મદિવસ
|
સોનિયા ગાંધીએ બાપુને શ્રદ્ધાંજલિ આપી
જણાવી દઈએ કે 2 ઓક્ટોબરને ભારતમાં વિશ્વ અહિંસા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. મોહનદાસ કરમચંદ ગાંધીએ દેશને અંગ્રેજોની ગુલામીથી આઝાદ જ નહોતો કરાવ્યો બલકે એ સાબિત પણ કર્યું કે અહિંસા અને સત્યના રસ્તે લડાઈ જીતી શકાય છે.
|
પોરબંદરમાં થયો હતો બાપુનો જન્મ
ગાંધી બાપુનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ પોરબંદર શહેરમાં થયો હતો. એમના પિતાનું નામ કરમચંદ અને માતાનું નામ પુતળીબાઈ હતું. 12 વર્ષની ઉંમરમાં કસ્તુરબા સાથે મોહનદાસ કરમચંદ ગાંધીએ લગ્ન કર્યાં હતાં.
આ પણ વાંચો- 4.6 લાખ રૂપિયામાં લિલામ થયો ગાંધી બાપુનો આ પત્ર, જાણો શું લખ્યું પત્રમાં