For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં NDAની જીત પર PM મોદીનુ ટ્વિટ, કહ્યુ 'લોકતંત્ર એકવાર ફરીથી વિજયી'

બિહારમાં એનડીએની જીત બાદ મોડી રાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન આપવા સાથે બિહારની જનતાનો આભાર વ્યક્ત કર્યો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ સંપૂર્ણ બહુમત મેળવી લીધો છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ફરીથી એકવાર એનડીએના હાથમાં સરકાર સોંપી દીધી છે. બિહારમાં એનડીએની જીત બાદ મોડી રાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન આપવા સાથે બિહારની જનતાનો આભાર વ્યક્ત કર્યો.

pm modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણા ટ્વિટ કર્યા અને લખ્યુ કે બિહારની જનતાએ એક વાર ફરીથી વિકાસને ચૂંટ્યો છે. તેમણે લખ્યુ કે બિહારમાં જનતા-જનાર્દનના આશીર્વાદથી લોકતંત્રએ એકવાર ફરીથી વિજય મેળવ્યો છે. બિહાર ચૂંટણીમાં એનડીએના બધા કાર્યકર્તાઓએ જે સંકલ્પ-સમર્પણ ભાવ સાથે કામ કર્યુ, તે અભિભૂત કરનારુ છે. તેમણે બધા પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન આપીને તેમનો આભાર વ્યક્ત કર્યો.

પીએમ મોદીએ લખ્યુ કે બિહારના દરેક વર્ગે એનડીએના મૂળ મંત્ર પર ભરોસો વ્યક્ત કર્યો છે. બિહારના ગામ, ગરીબ, ખેડૂત, શ્રમિક, વેપારી, દુકાનદાર, દરેક વર્ગે એનડીએના સબકા સાથે સબકા વિકાસના મૂળ મંત્ર પર ભરોસો વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યુ કે હું બિહારના દરેક નાગરિકને ફરીથી આશ્વસ્ત કરુ છુ કે દરેક વ્યક્તિ, દરેક ક્ષેત્રના સંતુલિત વિકાસ માટે અમે પૂરા સમર્પણથી નિરંતર કામ કરતા રહીશુ.

પીએમ મોદીએ બિહારમાં મહિલા મતદારોના ઉત્સાહની પ્રશંસા કરી અને લખ્યુ કે બિહારની બહેનો-દીકરીઓએ આ વખતે રેકોર્ડ સંખ્યામાં મતદાન કરીને બતાવી દીધુ છે કે આત્મનિર્ભર બિહારમાં તેમની ભૂમિકા કેટલી મોટી છે. તેમણે લખ્યુ કે અમને સંતોષ છે કે ગયા વર્ષોમાં બિહારની માતૃશક્તિને નવો આત્મવિશ્વાસ આપવાનો એનડીએનો મોકો મળ્યો છે. આ આત્મવિશ્વાસ બિહારને આગળ વધારવામાં અમને શક્તિ આપશે. તેમણે બિહારના યુવાનોની પ્રશંસા કરીને લખ્યુ કે રાજ્યના યુવા સાથીઓએ સ્પષ્ટ કરી દીધુ છે કે એ નવુ દશક બિહારનુ હશે અને આત્મનિર્ભર બિહાર તેનો રોડમેપ છે. તેમણે લખ્યુ કે આ વખતે બિહારના દરેક મતદારો સ્પષ્ટ રીતે બતાવી દીધુ કે તે આકાંક્ષી છે અને તેમની પ્રાથમિકતા માત્ર અને માત્ર વિકાસ છે.

બિહારમાં એકવાર ફરીથી NDAની સરકાર, 243 સીટોના પરિણામ ઘોષિતબિહારમાં એકવાર ફરીથી NDAની સરકાર, 243 સીટોના પરિણામ ઘોષિત

English summary
PM Modi reaction after bihar election results.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X