લાલ કિલ્લા પર પીએમ મોદીએ સંભળાવી કવિતા, ‘અંબર સે ઉંચા જાના હે'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 72 માં સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યુ. આ પ્રસંગે પીએમ મોદીએ સરકારની તમામ યોજનાઓ પણ ગણાવી અને ઘણા મોટા એલાન પણ કર્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 72 માં સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યુ. આ પ્રસંગે પીએમ મોદીએ સરકારની તમામ યોજનાઓ પણ ગણાવી અને ઘણા મોટા એલાન પણ કર્યા. પીએમ મોદીએ પોતાના 82 મિનિટના ભાષણમાં વિપક્ષ પર ઘણા હુમલા કર્યા અને જણાવ્યુ કે કેવી રીતે 2013 ની તુલનામાં છેલ્લા ચાર વર્ષોમાં તેમની સરકારે વિકાસને નવી ગતિ આપી છે. પોતાના ભાષણના અંતમાં પીએમ મોદીએ એક કવિતા સંભળાવી અને ભાષણને વિરામ આપ્યો.

પીએમ મોદીની કવિતા
અપને મનમે એક લક્ષ્ય લિએ
મંઝિલ અપની પ્રત્યક્ષ લિએ
હમ તોડ રહે હે ઝંઝીરે
હમે બદલ રહે હે તસવીરેં
યહ નવયુગ હે
યહ નવભારત હે
ખુદ લિખેંગે અપની તકદીર
હમ બદલ રહે હે
અપની તસવીર
હમ નિકલ પડે હે પ્રણ કરકે
અપના તનમન અર્પણ કરકે
જિદ હે, એક સૂર્ય ઉગાના હે
અંબર સે ઉંચા જાના હે
એક ભારત નયા બનાના હે
બળાત્કાર પીડિતાઓ માટે વ્યક્ત કર્યુ દુઃખ
પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યુ કે બળાત્કાર પીડિતાઓના દુઃખને પણ વહેંચ્યુ અને આ દરમિયાન કહ્યુ કે બળાત્કાર પીડાદાયક છે પરંતુ બળાત્કારની જેટલી પીડા તે દિકરીને થાય છે તેનાથી લાખો ગણી પીડા આપણને થવી જોઈએ. આ રાક્ષસી મનોવૃત્તિથી દેશને મુક્ત કરવો પડશે. કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં એમપીમાં પાંચ દિવસોમાં બળાત્કારીઓને સજા સંભળાવવામાં આવી છે. એ જ રીતે રાજસ્થાનમાં પાંચ દિવસમાં બળાત્કારીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આ સમાચારોને જેટલી પ્રસારિત કરવામાં આવશે એટલી જ રાક્ષસી વૃત્તિની માનસિકતાને નુકશાન પહોંચશે.












Click it and Unblock the Notifications
