For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ બધા દેશવાસીઓેને AarogyaSetu એપ ડાઉનલોડ કરવા ભલામણ કરી

પીએમ મોદીએ બધા દેશવાસીઓેને AarogyaSetu એપ ડાઉનલોડ કરવા ભલામણ કરી

|
Google Oneindia Gujarati News

વિશ્વભરમાં કોરોના વાયરસે તબાહી મચાવી છે ત્યારે ભારત સરકાર દ્વારા AarogyaSetu નામની એક મોબાઈલ એપ લૉન્ચ કરવામાં આવી છે. આ એપની મદદથી તમે કોરોનાથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા છો કે નહિ તે માલૂમ કરી શકાશે. આ એપ્લિકેશનનો ઉદ્દેશ્ય લોકોને વધુ સુરક્ષા પ્રદાન કરવાનો છે જેના થકી લોકો ખુદ જાણી શકે કે તેઓ કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે કે નહિ. અને જો સંપર્કમાં આવ્યા હોય તો તેઓ પહેલેથી સતર્ક થઈ શકે જેથી આ સંક્રમણ તેના પરિજનો સહિના અન્ય કોઈ લોકોમાં ના ફેલાઈ શકે.

aarogya setu

આજે 14 એપ્રિલે દેશને નામ સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને આ એપ આરોયગ્ય સેતુ ઈન્સ્ટોલ કરવા ભલામણ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં લૉકડાઉન દરમિયાન આ એપને ઈ-પાસ તરીકે ઉપયોગમાં લેવામાં આવી શકે છે. તમે સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા છો કે નહિ, તે અંગે આ એપ દ્વારા માહિતી મેળવી શકાશે. જેથી દરેક નાગરિકોને આ એપ ઈન્સ્ટોલ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

આ Aarogua Setu નામની એપ દ્વારા કોરોના ટ્રેક રી શકાય છે. આ એપની મદદથી કોરોનાથી સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી બચી શકાય છે. જેવા જ તમે કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ પાસેથી પસાર થશો કે એપ અલર્ટ કરી દેશે. એન્ડ્રોઈડ અને આઈફોન માટે ઉપલબ્ધ આ એપમાં બ્લૂટૂથ, લોકેશન અને મોબાઈલ નંબરનો ઉપયોગ કોરોના સંક્રમિત વ્યક્તિઓને ટ્રેક કરવામાં માટે કરાય છે. એટલે કે જો તમારા ફોનમાં આરોગ્ય સેતુ એપ છે અને જેવા જ તમે કોઈ સંક્રમિત વ્યક્તિ પાસેથી પસાર થાવ છો કે એપ તમને અલર્ટ રી દેશે. આ એપમાં કોરોનાના હેલ્પ સેંટર અને સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ જેવી જાણકારી પણ હાજર છે. આ એપને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ અંતર્ગત NICએ ડિઝાઈન કરી છે.

આ એપનો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલા Google Play અથવા App Storeથી AarogyaSetu એપ ઈન્સટોલ કરવી પડશે. ગૂગલ પ્લેથી આ એપને ડાઉનલોડ કરવા માટે તમે આ લિંક પર ક્લીક રી શકો છો.

આ પણ વાંચો- કોરોના સામે લડાઈમાં પીએમ મોદીએ માંગ્યો આ 7 વાતોમાં તમારો સાથ

English summary
PM Modi recommends all citizens to download AarogyaSetu app
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X