For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એપીજે અબ્દુલ કલામ જયંતિઃ PM મોદીએ મિસાઈલ મેનને કર્યા યાદ, કહ્યુ - હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એપીજે અબ્દુલ કલામની આજે જયંતિ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એપીજે અબ્દુલ કલામની આજે જયંતિ છે. એપીજે અબ્દુલ કલામની આ 90મી જયંતિ છે. એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર, 1931ના રોજ થયો હતો. એપીજે અબ્દુલ કલામની જયંતિના દિવસે તેમના સમ્માનમાં દર વર્ષે 15 ઓક્ટોબરને વિશ્વ છાત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વ છાત્ર દિવસનો ઉદ્દેશ શિક્ષણ અને છાત્રો પ્રત્યે કલામના પ્રયાસોનો સ્વીકાર કરવાનો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એપીજે અબ્દુલ કલામની જયંતિ પર તેમને યાદ કરીને સાદર નમન કર્યા છે. પીએમ મોદીએ એપીજે અબ્દુલ કલામ સાથે પોતાના અમુક ફોટા પણ શેર કર્યા છે.

kalam-modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, 'મિસાઈલ મેન તરીકે પ્રખ્યાત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલાજીને તેમની જયંતિ પર સાદર નમન. તેમણે પોતાનુ જીવન ભારતને સશક્ત, સમૃદ્ધ અને સામર્થ્યવાન બનાવવામાં સમર્પિત કરી દીધુ. દેશવાસીઓ માટે તેઓ હંમેશા પ્રેરણસ્ત્રોત બની રહેશે.'

વળી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામની જયંતિ પર તેમને યાદ કર્યા છે. તેમણે ટ્વિવટ કરીને લખ્યુ છે, 'ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામની જયંતિ પર તેમને નમન. આત્મનિર્ભર અને મજબૂત રાષ્ટ્રના નિર્માણનુ તેમનુ એક જ્વલંત સપનુ હતુ. તેમણે પોતાનુ આખુ જીવન માતૃભૂમિની સેવા માટે સમર્પિત કરી દીધુ. તેમના યોગદાનને ક્યારેય ભૂલી નહિ શકાય.'

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની કહેલી વાતો શેર કરી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ટ્વિટ કરીને લખ્યુ, 'હું એક મહાન વિઝન, ભારતને એક વિકસિત રાષ્ટ્રમાં બધૃદલવાના વિઝન માટે કામના કરીશ અને પરસેવો વહાવીશ.' આ કોટેશન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામનુ છે. આ કોટેશન બાદ પિયુષ ગોયલે લખ્યુ, 'હું પોતાના પૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન અને ભારતના મિસાઈલ મેન, ડૉ.એપીજે અબ્દુલ કલામને તેમની જયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં પ્રત્યેક ભારતીય સાથે શામેલ થઉ છુ.'

વિદેશ મંત્રી એસ જયશંકરે લખ્યુ, 'જનતાના રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની જયંતિ પર યાદ કરો. તેમની સાથે પોતાના સંબંધોની કદર કરો. આપણા રાષ્ટ્ર માટે આપવામાં આવેલુ તેમનુ યોગદાન માપી શકાય તેમ નથી.'

English summary
PM modi remembers Missile Man APJ Abdul Kalam on his 90th birth anniversary
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X