Video: ત્રણ દેશોની યાત્રા બાદ ભારત પરત ફર્યા પીએમ મોદી, પાલમ એરપોર્ટ પર જબરદસ્ત સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, ઑસ્ટ્રેલિયા અને પાપુઆ ન્યુ ગીનીની મુલાકાત લીધા બાદ ભારત પરત ફર્યા છે. પાલમ એરપોર્ટની બહાર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં પીએમ ત્રણ દેશોની મુલાકાતે ગયા, જે દરમિયાન તેમણે ઘણી બેઠકોમાં ભાગ લીધો.
ભારત આવ્યા બાદ પીએમ મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી, પૂર્વ મંત્રી હર્ષ વર્ધન, સાંસદો રમેશ બિધુરી, હંસ રાજ હંસ, રામવીર સિંહ બિધુરીએ અહીં પીએમ મોદીનું સ્વાગત કર્યુ.

પીએમ મોદીના સ્વાગત માટે પાલમ એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો અને કાર્યકરો એકઠા થયા હતા. આ દરમિયાન એક કાર્યકર્તાએ કહ્યું કે અમે અહીં અડધી રાત્રે જ આવ્યા હતા, અમને અમારા વડાપ્રધાન પર ગર્વ છે.
આ દરમિયાન જેપી નડ્ડાએ કહ્યું કે દુનિયા તમારા ગવર્નન્સ મોડલના વખાણ કરી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તમારો ઓટોગ્રાફ માંગ્યો, તે દર્શાવે છે કે દુનિયા તમારા નેતૃત્વમાં ભારત તરફ જોઈ રહી છે.
નડ્ડાએ કહ્યું કે પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાને તમારા પગને જે રીતે સ્પર્શ કર્યો તે દર્શાવે છે કે તમે ત્યાં કેટલું સન્માન મેળવો છો. ભારતના લોકો આ દ્રશ્ય જોઈને ગર્વ અનુભવી રહ્યા છે કે આપણા પીએમનું આવું સ્વાગત થઈ રહ્યું છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પાપુઆ ન્યુ ગિનીના પીએમએ કહ્યું કે તેમના માટે પીએમ વિશ્વ ગુરુ છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પીએમ મોદીને ધ બોસ કહ્યા. આજે વિશ્વ તમારા નેતૃત્વમાં નવા ભારત તરફ જોઈ રહ્યું છે.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે હું મારા દેશની સંસ્કૃતિની વાત કરુ છુ. આ બધુ મારા ખાતામાં જાય છે, આ કહેતી વખતે હું ખચકાતો નથી, મારા દેશની સંસ્કૃતિનો મહિમા ગાતી વખતે હું આંખો નીચી નથી કરતો, આંખ મિલવીને વાત કરુ છુ.
પીએમ મોદીએ કહ્યુ કે આ પાવર કેમ આવ્યો. કારણ કે આપણા દેશમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બની છે. તમે બધાએ દેશને પૂર્ણ બહુમતી સાથે સરકાર આપી છે. જ્યારે સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકારનો પ્રતિનિધિ કંઈક બોલે છે ત્યારે દુનિયા માને છે કે તે એકલો નથી બોલી રહ્યો, 140 કરોડ લોકો બોલી રહ્યા છે.
પીએમે કહ્યુ કે જે લોકો અહીં આવ્યા છે તે મોદીને પ્રેમ કરનારા નથી, તેઓ ભારત માતાને પ્રેમ કરનારા લોકો છે, તેઓ ભારતને પ્રેમ કરે છે. જ્યારે ભારતનુ નામ રોશન થાય છે ત્યારે 140 કરોડ દેશવાસીઓની ભાવના નવી ઉંચાઈએ પહોંચે છે.
#WATCH | Prime Minister Narendra Modi being garlanded by BJP National President JP Nadda and party members on his arrival at Palam airport after concluding his three-nation visit pic.twitter.com/6K7klH2FQR
— ANI (@ANI) May 25, 2023
#WATCH | "The world appreciates your governance model. US President Joe Biden asked for your autograph, this shows how the world is seeing India under your leadership," says BJP national president JP Nadda as he welcomes PM Modi at Palam airport pic.twitter.com/KUeJiG2ASH
— ANI (@ANI) May 25, 2023
#WATCH | When I talk about the culture of my country, I look into the eyes of the world. This confidence has come because you have formed a government with an absolute majority in the country. Those who have come here are people who love India, not PM Modi: PM Modi pic.twitter.com/CoiDVxaSjA
— ANI (@ANI) May 25, 2023












Click it and Unblock the Notifications
