હરિદ્વારમાં સાદગી સાથે ગંગાજીમાં વિરસર્જિત કરવામાં આવ્યા પીએમ મોદીની મા હિરાબાના અસ્થી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબાના અશ્થિનું હરિદ્વારમાં સાદગી પૂર્વક વિસર્જન કરવામાં આવ્યુ હતુ. મોદીના નાના ભાઇ પંકજ મોદી અસ્થિનું વિસર્જન કરવા માટે આવ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીની મા હિરાબાની અસ્થિનુ વિસર્જન શનિવારે હરિદ્વારમાં ગંગા નદીમાં કરવામાં આવ્યા હતા. પીએમ મોદીના નાના ભાઇ પંકજ મોદી પોતાના સહ પરીવાર દિવંગત મા ની અસ્થિને લઇને હરિદ્વાર શનિવારે પહોચ્યા હતા. અને તેમણે હરિદ્વારમાં ગંગાજીમાં પહેલા વિધિ વિધાનથી પુજા અર્ચના કરી અને ત્યાર બાદ પોતાની માતા હિરાબાની અશ્થિને ગંગાજીમાં પધરાવી દિધી હતા.

પીએમ મોદીની દિવંગત મા ની અસ્થિને શનિવારે હરિદ્વારના વીઆઇપી ઘાટ પર વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રવાહીત કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ પોાતની માતા હિરા બાના અંતિમ સંસ્કાર સાદગી સાથે કર્યા હતા. તેવી જ રીતે તેમના નાના ભાઇ પંકજ મોદીએ શનિવાર દિવંગત માતા હિરાબાની અસ્થિ પણ કોઇ પણ પ્રકારના તામજામ વિગર ગંગા નદીનામાં પધરાવી દીધી હતી. પીએમ મોદીના ભાઇ અસ્થિ લઇને મહોચ્યા છે તેની જાણકારી ના કોઇ જિલ્લા પ્રશાસનને કે ભાજપના કોઇ કાર્યકર્તાને આપવાા આવી.
પીએમ મોદીના ભાઇ પજક મોદી પોતાની માતા હિરાબાની અસ્થી વિસર્જિત કરીને શનિવારે જ પરત ફર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 100 વર્ષિય માતા હીરાબાનુ નિધન 30 ડિસેમ્બરના રોજ થયુ હતુ.












Click it and Unblock the Notifications
