For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશથી પાછા ફરતા જ મોદીએ ઝંપલાવ્યુ ચૂંટણી પ્રચારમાં, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

ડાલટનગંજ, 21 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસથી સ્વદેશ પાછા આવી ગયા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશ પાછા આવ્યાની તુરંત બાદ ઝારખંડ ચૂંટણ પ્રચારમાં ઝંપલાવી દીધું છે. આજે નરેન્દ્ર મોદીએ ઝારખંડના ડાલટનગંજમાં એક ચૂંટણી સભાને સંબોધી હતી. અત્રે નોંધનીય છે કે ઝારખંડમાં ટૂંક સમયમાં મતદાન થવાનું છે. મોદીના ભાષણના અંશો અને તેનો વીડિયો જુઓ..

modi
નરેન્દ્ર મોદીના ભાષણના મહત્વના અંશો:

  • હું આપના માટે શૌચાલય બનાવવા માંગુ છું
  • હું આદિવાસીઓના વિકાસ માટે કામ કરીશ.
  • અમારી સરકારે પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી.
  • ગરીબોએ તેમાં સાત હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા, આ છે ગરીબોની અમીરી.
  • અમે તેમને આ યોજના હેઠળ એક લાખ રૂપિયાનો વિમો આપી રહ્યા છે.
  • અમે દેશ-વિદેશના લોકોને અહીં ઉદ્યોગો લાવવા નિમંત્રણ આપી રહ્યા છીએ, જેથી અમારા યુવાનોને રોજગાર મળી શકે.
  • નરેન્દ્ર મોદીએ બિહારના મંત્રીઓને પણ વળતો જવાબ આપતા જણાવ્યું કે તેઓ અમારા મંત્રીઓથી ડરે છે.
  • ઝારખંડના મુખ્યમંત્રી હેમંત શોરેન પર મોદીએ પ્રહાર કરતા કહ્યું કે તેઓ બાપ-બેટાની રાજનીતિથી બચે.
  • ખેડૂતોને પાણી મળી જાય તો તેઓ જમીનમાંથી સોનું ઉગાડ઼ી શકે છે, ઝારખંડમાં પાંચ નદીઓ છે છતા અત્રેના ખેડૂતોને પાણી નથી મળતું.
  • ઝારખંડ નંબર એક બની શકે છે.
  • કોલસા પર રાજ્ય સરકારોનો ભાગ હોય તેવું કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કર્યું છે.
  • દેશની મુસીબતોનો એક જ ઉપાય છે વિકાસ.
  • કોંગ્રેસ સરકારને નાના કામો કરવામાં શરમ આવતી હતી, નાના કામો કરવાથી જ દેશ મોટો બને છે.
  • મોદીએ અંતમાં લોકોને ભાજપને ચૂંટણીમાં વિજય બનાવવા વિનંતી કરી.
  • મોદીએ જણાવ્યું કે યુવાનો ભાજપને વધુમાં વધુ મત આપે અને ઝારખંડને પણ વિકાસમાં જોડે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડાલટનગંજથી સાંભળો વીડિયોમાં...

English summary
PM Modi's public address at Daltonganj, Jharkhand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X