હું દિવાળી સમયે દર વર્ષે 5 દિવસ માટે જંગલમાં જતો રહેતો હતોઃ પીએમ મોદી
પીએમ મોદીએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં યુવાનોને એક સૂચન કર્યુ છે કે તમામ વ્યસ્તતાઓ વચ્ચે વિચારવા અને આત્મનીરિક્ષણ કરવા માટે સમય કાઢો.
પીએમ મોદીએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં યુવાનોને એક સૂચન કર્યુ છે. તેમણે કહ્યુ કે તમામ વ્યસ્તતાઓ વચ્ચે વિચારવા અને આત્મનીરિક્ષણ કરવા માટે સમય કાઢો. તેનાથી તમે પોતાનો વધુ સારી રીતે સમજી શકશો. તેમણે ફેમસ ફેસબુક પેજ ધ હ્યુમન્સ ઑફ બૉમ્બેને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ કે દિવાળી દરમિયાન 5 દિવસ માટે તે જંગલમાં ક્યાંય પણ જતા રહેતા હતા. એવી જગ્યાએ જ્યાં માત્ર સ્વચ્છ પાણી હોય અને કોઈ વ્યક્તિ ન હોય.

‘દિવાળી દરમિયાન 5 દિવસ માટે જંગલમાં ક્યાંય પણ જતો રહેતો હતો'
પીએમ મોદીએ કહ્યુ કે આત્મનીરિક્ષણ માટે સમય કાઢવાથી આવનારા સમયમાં તમને લાભ મળશે. તેમણે કહ્યુ કે તમે અસાધારણ છો. તમારે અજવાળા માટે બહાર જોવાની જરૂર નથી તે પહેલેથી જ તમારી અંદર હાજર છે. આ ઈન્ટરવ્યુ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યુ કે કેવી રીતે તે આરએસએસના પ્રચારક બન્યા.

પીએમ મોદીએ હિમાલયમાં વિતાવેલા બે વર્ષનો ઉલ્લેખ પણ કર્યો
પીએમ મોદીએ પોતાના બાળપણ વિશે જણાવ્યુ અને સાથે 17 વર્ષની ઉંમરમાં હિમાલયમાં વિતાવેલા બે વર્ષોનો ઉલ્લેખ પણ કર્યો. પીએમ મોદીએ કહ્યુ કે, ‘હિમાલયમાંથી પાછા ફર્યા બાદ મને ખબર પડી કે હું એવુ જીવન જીવવા ઈચ્છુ છુ જે બીજાની સેવામાં પસાર થાય. હિમાલયથી પાછા ફર્યા બાદ હું અમદાવાદ ગયો. પહેલી વાર હું કોઈ મોટા શહેરમાં હતો. મે મારા કાકાની કેન્ટીનમાં તેમને કામમાં મદદ કરી.'

‘હું મને પોતાને મળવા જઈ રહ્યો છુ'
પીએમ મોદીએ જણાવ્યુ કે કેવી રીતે તેમણે તમામ વ્યસ્તતાઓ છતા પણ હિમાલયમાં મેળવેલી શાંતિ નથી ગુમાવી. તેમણે જણાવ્યુ કે છેવટે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ફૂલ ટાઈમ પ્રચારક બની ગયા. તેમણે કહ્યુ કે આરએસએસના કાર્યાલયની સફાઈ કરી. ત્યાં સાથીઓ સાથે જમવાનુ બનાવ્યુ, વાસણો ધોયા, ચા બનાવી. તેમણે જણાવ્યુ કે તે સમયે રેડિયો, છાપુ કે ટીવીનું ચલણ નહોતુ. તેમણે કહ્યુ કે, ‘દિવાળીના સમયે જ્યારે હું જંગલમાં જતો હતો ત્યારે લોકો પૂછતા હતા કે કોને મળવા જઈ રહ્યો છુ, ત્યારે કહેતો કે હું મને પોતાને મળવા જઈ રહ્યો છુ.'












Click it and Unblock the Notifications
