નેતાજીને PMએ કર્યા યાદ, સાર્વજનિક કરી નેતાજીની ફાઇલો

Posted By:
Subscribe to Oneindia News

નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો આજે 120માં જન્મદિવસ છે. જે પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને સેલ્યૂટ કર્યું છે. સાથે જ નેતાજીની કેટલીક અન્ય ફાઇલો પણ સાર્વજનિક કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરી જણાવ્યું કે નેતાજી કેટલીક ફાઇલોને netajipapers.gov.in જાહેર કરવામાં આવી છે. સાથે જ તેમણે નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પતા અનેક ટ્વિટ કર્યા હતા.

bose

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે નેતાજી મહાન બુદ્ધિજીવી હતા. હંમેશા સમાજના શોષિત વર્ગના વિકાસ અને હિત વિષે વિચારતા હતા. નોંધનીય છે કે પીએમ મોદીએ સરકારમાં આવ્યા પછી એક વર્ષમાં જ નેતાજી સાથે જોડાયેલી ફાઇલોને સાર્વજનિક કરી હતી. અને આજે તેને ઇન્ટરનેટ પર પણ વેબસાઇટના માધ્યમથી સાર્વજનિક કરવામાં આવી છે. નોંધનીય છે કે આ ફાઇલો સાર્વજનિક કર્યા પછી કોંગ્રેસ સરકારે કેમ આ ફાઇલોને આટલા વખત સુધી છુપાવી તેવા સવાલો ઊભા થયા હતા.અને તેમની ભૂમિકા પર પ્રશ્નાર્થ લાગ્યો હતો.

English summary
PM Modi salutes Netaji Subhash chandra bose on his 120th birthday. He releases files related to him online.
Please Wait while comments are loading...