For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ ભાજપા નેતાઓને મોઢું બંધ રાખવા જણાવ્યું

હાલમાં જ ભારતીય જનતા પાર્ટી નેતાઓ ઘ્વારા મહાભારત થી લઈને ડાર્વિન સિદ્ધાંત જેવા મુદ્દાઓ પર વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

હાલમાં જ ભારતીય જનતા પાર્ટી નેતાઓ ઘ્વારા મહાભારત થી લઈને ડાર્વિન સિદ્ધાંત જેવા મુદ્દાઓ પર વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. જેના કારણે ભાજપા નેતાઓની ઘણી આલોચના કરવામાં આવી રહી છે. આ વિશે પીએમ મોદી ઘ્વારા પહેલીવાર સાર્વજનિક રૂપે ભાજપા નેતાઓને ફટકાર લગાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કોન્ફ્રન્સ ઘ્વારા પાર્ટી નેતાઓને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદી ઘ્વારા પાર્ટી નેતાઓને ફટકાર લગાવતા યાદ અપાવ્યું કે આવા નિવેદન થી તેમની છબીની સાથે સાથે પાર્ટીની છબીને પણ નુકશાન થાય છે.

narendra modi

વીડિયો કોન્ફ્રન્સ દરમિયાન પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આપણે ભૂલો કરીયે છે અને મીડિયાને મસાલો આપીયે છે, જાણે કે કોઈ મુદ્દાનું વિશ્લેષણ કરવા માટે મોટા જાણકાર હોય, જે સમયે તમે કેમેરો જુઓ છો તમે બોલવાનું ચાલુ કરો છો.

આ પહેલા પણ ભાજપા ઘ્વારા ચેતવણી આપવામાં આવી ચુકી છે. પરંતુ ભાજપા નેતાના વિવાદિત નિવેદનો બંધ નથી થઇ રહ્યા. આજે ફરી વધુ એક ભાજપા નેતા ઘ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે ત્યારપછી તેમની ખુબ જ આલોચના પણ થઇ રહી છે.

આ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં બે ભાજપા મંત્રીઓ ઘ્વારા કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે રેપ અને હત્યા મામલે આપવામાં આવેલા નિવેદન વિશે માટે પણ ઘણી આલોચના થયી હતી. ત્યારપછી બંને મંત્રીઓએ પોતાના પદથી રાજીનામુ આપવું પડ્યું હતું.

English summary
PM Modi says bjp leader dont give masala to the media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X