For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમ્ફાનઃ પશ્ચિમ બંગાળ માટે પીએમ મોદીનુ 1 હજાર કરોડના પેકેજનુ એલાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાથી ઘણુ વધુ નુકશાન થયુ છે આ મુશ્કેલીના સમયમાં રાજ્યના લોકો સાથે આખો દેશ ઉભો છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાથી ઘણુ વધુ નુકશાન થયુ છે આ મુશ્કેલીના સમયમાં રાજ્યના લોકો સાથે આખો દેશ ઉભો છે. નરેન્દ્ર મોદીએ વાવાઝોડાથી થયેલ નુકશાનની સમીક્ષા કરવા માટે હવાઈ પરીક્ષણ કર્યુ. ત્યારબાદ પશ્ચિમ બંગાળના બસીરહાટમાં સીએમ મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનકડ અને સીનિયર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી. આ રિવ્યુ મીટિંગમાં તેમણે કહ્યુ કે મુશ્કેલીનો સમય છે પરંતુ હું પશ્ચિમ બંગાળના ભાઈ-બહેનોને કહેવા ઈચ્છુ છુ કે બધા તમારી સાથે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને એ લોકો માટે કામ કરી રહ્યા છે જે વાવાઝોડાથી પ્રભાવિત છે.

પશ્ચિમ બંગાળ માટે એક હજાર કરોડના રાહત પેકેજનુ એલાન

પશ્ચિમ બંગાળ માટે એક હજાર કરોડના રાહત પેકેજનુ એલાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ માટે એક હજાર કરોડના રાહત પેકેજનુ એલાન કર્યુ છે. જે કેન્દ્ર તરફથી રાજ્યને આપવામાં આવશે. પીએમ મોદીએ આની ઘોષણા કરીને કહ્યુ કે અત્યારે તત્કાલ રાજ્ય સરકારને મુશ્કેલી ન થાય તેના માટે 1000 કરોડ રૂપિયા ભારત સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવશે. સાથે સાથે જે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે એ પરિવારોને પ્રધાનમંત્રી રાહતકોષમાંથી 2 લાખ અને જે ઘાયલ થયા તેમને 50 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.

દુઃખની ઘડીમાં અમે પૂરો સહયોગ આપીશુ

દુઃખની ઘડીમાં અમે પૂરો સહયોગ આપીશુ

મોદીએ કહ્યુ, બંગાળની આ દુઃખની ઘડીમાં અમે પૂરો સહયોગ આપીશુ. બંગાળ જલ્દી બેઠુ થઈ જશે અને ઝડપથી આગળ વધશે. આના માટે ભારત સરકાર બંગાળ સાથે ખભેથી ખભા મિલાવીને કામ કરશે અને જે પણ જરૂરિયાત હશે તે જરૂરિયાતોને પૂર્ણ કરીને બંગાળની મદદમાં અમે ઉભા રહીશુ. પીએમ મોદીએ કહ્યુ, અમ્ફાન વાવાઝોડાથી નિપટવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મળીને ભરચક પ્રયત્નો કર્યા પરંતુ તેમછતાં લગભગ 80 લોકોનુ જીવન બચાવી શક્યા નહિ. આનુ અમને સૌને દુઃખ છે અને જે પરિવારોએ સ્વજન ગુમાવ્યા છે તેમના પ્રત્યે કેન્દ્ર અને રાજ્ય સરકારની સંવેદનાઓ છે.

લોકોના પુનર્વાસ અને પુનર્નિમાણ અંગેના બધા મુદ્દાઓ પર વિચાર કરવામાં આવશે

લોકોના પુનર્વાસ અને પુનર્નિમાણ અંગેના બધા મુદ્દાઓ પર વિચાર કરવામાં આવશે

પીએમ મોદીએ કહ્યુ કે ગયા વર્ષે મેમાં લોકસભામં ચૂંટણીની વ્યવસ્તતા હતી ત્યારે ઓરિસ્સામાં વાવાઝોડાથી થયેલ નુકશાનની ભરપાઈ કરવામાં લાગેલા હતા. બરાબર એક વર્ષ બાદ આવેલા વાવાઝોડાથી તટીય વિસ્તારો ખૂબ જ પ્રભાવિત થયા છે. હું પશ્ચિમ બંગાળના પોતાના ભાઈ-બહેનોને વિશ્વાસ અપાવુ છુ કે આખો દેશ તેમની સાથે છે. જલ્દી કેન્દ્રની એક ટીમ મોકલવામાં આવશે જે અમ્ફાનથી થયેલ નુકશાનનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરશે. લોકોના પુનર્વાસ અને પુનર્નિમાણ અંગેના બધા મુદ્દાઓ પર વિચાર કરવામાં આવશે. વાવાઝોડા અમ્ફાને પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ખૂબ વિનાશ કર્યો છે. બુધવારે રાજ્યમાં અમ્ફાન વાવાઝોડાથી 160થી 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દસ્તક દીધી હતી. વાવાઝોડાએ પશ્ચિમ બંગાળના કોલકત્તા, નૉર્થ અને સાઉથ પરગણા જિલ્લાઓને ગંભીર રીતે પ્રભાવિત કર્યા છે.

મહાભારતના ઈન્દ્ર માટે લૉકડાઉનમાં ગુજરાન ચલાવવુ મુશ્કેલ, ઈન્ડસ્ટ્રીને કરી મદદની અપીલમહાભારતના ઈન્દ્ર માટે લૉકડાઉનમાં ગુજરાન ચલાવવુ મુશ્કેલ, ઈન્ડસ્ટ્રીને કરી મદદની અપીલ

English summary
PM Modi says entire nation is with west bengal in Amphan cyclone situation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X