સુબ્રમણ્યમ સ્વામીએ PM મોદી પર સાધ્યુ નિશાન, બોલ્યા - ગુજરાત જ કેમ, મહારાષ્ટ્ર અને કેરળ પર 'તૌકતે'થી પ્રભાવિત
કેન્દ્રમાં સત્તારુઢ ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક વાર ફરીથી મોદી સરકાર સામે ટ્વિટર બૉમ્બ ફોડ્યો છે.
નવી દિલ્લીઃ કેન્દ્રમાં સત્તારુઢ ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક વાર ફરીથી મોદી સરકાર સામે ટ્વિટર બૉમ્બ ફોડ્યો છે. દેશ કોરના વાયરસ મહામારીની બીજી લહેર વચ્ચે વાવાઝોડા 'તૌકતે'એ મહારાષ્ટ્ર, ગુજરાત અને કેરળ સહિત ઘણા તટીય રાજ્યોમાં વિનાશ કર્યો છે. ગયા બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 'તૌકતે' પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી અને 1000 કરોડ રૂપિયાની તત્કાલ આર્થિક મદદની ઘોષણા કરી દીધી.

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ હવે માત્ર ગુજરાત માટે આર્થિક મદદનુ એલાન કરવા અંગે પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યુ, 'જ્યારે પીએમ ગુજરાત ગયા તો તરત આર્થિક મદદ તરીકે 1000 કરોડ રૂપિયાને ચેક આપી દીધો. તેમણે હવે નિષ્પક્ષતા બતાવીને આનાથી પણ મોટી રકમની ઘોષણા કરીને મહારાષ્ટ્ર અને કેરળ માટે પણ ચેક જારી કરવો જોઈએ જ્યાં વાવાઝોડા 'તૌકતે'એ ગંભીર નુકશાન કર્યુ છે અને તે ત્યાં જઈ ન શક્યા.'
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાવાઝોડા 'તૌકતે'થી પ્રભાવિત ગુજરાત રાજ્યોને 1000 કરોડ રૂપિયાના તત્કાલ રાહત પેકેજની ઘોષણા કરી છે. પીએમે બુધવારે રાજ્યના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોની હવાઈ મુલાકાત અને ગુજરાત સીએમ સાથે બેઠક કર્યા બાદ આ મદદની ઘોષણા કરી હતી. આ રકમ ગુજરાતને તત્કાલ રાહત ગતિવિધિઓ માટે આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર એક અંતર-મંત્રાલયી દળ ગુજરાત મોકલશે, જે બધા રાજ્યમાં આ વાવાઝોડાથી થયેલ નુકશાનની સીમાની સમીક્ષા કર્યા બાદ રિપોર્ટ આપશે.
ત્યારબાદ કેન્દ્ર સરકાર આગળ ગુજરાત અને બીજા રાજ્યોને મદદ આપશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકાર પ્રભાવિત રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે અને રાજ્ય સરકારો તરફથી નુકશાનનુ વર્ણન મોકલ્યા બાદ તેમને તત્કાલ કેન્દ્રીય મદદ પૂરી પાડવામાં આવશે.












Click it and Unblock the Notifications
