For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેજ પ્રતાપની શરત - પહેલા પીએમ મોદી લગાવશે કોરોના વેક્સીન, પછી અમે લઈશુ તેનો ડોઝ

અખિલેશ યાદવ બાદ હવે રાજદ નેતા અને લાલુ યાદવના પુત્ર તેજપ્રતાપે કોરોના વેક્સીન માટે એક માંગ સરકાર સામે કરી છે.

|
Google Oneindia Gujarati News

Corona Vaccine Update: ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસ સમગ્ર ભારતમાં ફેલાઈ ચૂક્યો છે. જો કે નવા વર્ષમાં એક રાહતના સમાચાર આવ્યા જ્યાં DCGIની સીરમ ઈન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેકની વેક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી છે. એવામાં જલ્દી દેશભરમાં રસીકરણ શરૂ થઈ જશે. કોરોના વેક્સીન માટે રાજનીતિ પણ જોરદાર થઈ રહી છે. અખિલેશ યાદવ બાદ હવે રાજદ નેતા અને લાલુ યાદવના પુત્ર તેજપ્રતાપે (Tej Pratap Yadav)કોરોના વેક્સીન માટે એક માંગ સરકાર સામે કરી છે.

tejpratap singh

તેજ પ્રતાપ યાદવના જણાવ્યા મુજબ કોરોના વાયરસની જે વેક્સીનને મંજૂરી મળી છે તેની સાથે તેમને કોઈ વાંધો નથી પરંતુ વેક્સીન લગાવતા પહેલા તેમની એક શરત છે જે પીએમ મોદી પૂરી કરી શકે છે. તેમણે કહ્યુ કે કોરોના વાયરસની જે વેક્સીનને મંજૂરી મળી છે તેને જો પીમ મોદી લગાવી લે તો તે પણ લગાવી લેશે. તેજ પ્રતાપે નીતિશ સરકાર પર પણ નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે બિહારમાં કાયદો-વ્યવસ્થાનુ રાજ ખતમ થઈ ગયુ છે અને ત્યાં સરકાર નામની કોઈ વસ્તુ નથી.

અખિલેશે આપ્યુ હતુ નિવેદન

આ પહેલા અખિલેશ યાદવે(Akhilesh Yadav) કોરોના વેક્સીન પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ તેને ન લગાવવાનુ એલાન કર્યુ હતુ. થોડા દિવસો પહેલા એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન અખિલેશ યાદવે કહ્યુ કે દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ ક્યાંય પણ નથી. ભાજપ માત્ર વિપક્ષને ડરાવવા માટે આવુ કરી રહી છે. તેમણે કહ્યુ કે અહીં હું માસ્ક વિના બેઠો છુ. તમે લોકો જણાવો કે કોરોના ક્યાં છે. તેમણે કોરોનાની વેક્સીનને ભાજપની ગણાવી હતી. જો કે બાદમાં તેમણે પોતાના નિવેદન પર સફાઈ આપી અને કહ્યુ કે પૂરી ટ્રાયલ વિના વેક્સીનને મંજૂરી આપવી ઘાતક છે.

બૉમ્બે હાઈકોર્ટે સુશાંતસિંહની કરી પ્રશંસા - સારા વ્યક્તિ હતાબૉમ્બે હાઈકોર્ટે સુશાંતસિંહની કરી પ્રશંસા - સારા વ્યક્તિ હતા

English summary
PM Modi should take first shot of COVID19 vaccine: Tej Pratap Yadav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X