For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેટલાક લોકો વાયરસનો આતંક ફેલાવી રહ્યા છે, પીએમ મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું

કેટલાક લોકો વાયરસનો આતંક ફેલાવી રહ્યા છે, પીએમ મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સસોમવારે પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર બિન-સંગઠિત સંમેલનમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા. આ સંમેલન કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી અજરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલિયેવની વિશેષ પહેલ પર આયોજિત કરાયો હતો. સંમેલનનો ઉદ્દેશ્ય કોવિડ 19 વૈશ્વિક મહામારી વિરુદ્ધ ચાલુ જંગમાં સભ્ય દેશો વચ્ચે આંતરીક તાલમેલ વધારવાનો હતો, આ સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે, અમે દુનિયાના 123 દેશોને મેડિકલ સપ્લાઈ સુનિશ્ચિત કરાવી છે જેમાંથી 50 બિન સંગઠીત રાષ્ટ્ર પણ સામેલ છે.

pm modi

આ દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર પરોક્ષ રૂપે હુમલો કર્યો, તેમણે કહ્યું કે આજે જ્યાં વિશ્વ કોવિડ-19 સામે મુકાબલો કરી રહી છે જ્યારે કેટલાક લોકો બીજા પ્રકારના ઘાતક વાયરસ ફેલાવવામાં લાગ્યા છે, જેમ કે આતંકનો વાયરસ, આ લોકો ફેક સમાચાર અને સમુદાયો અને દેશના ભાગલા પાડતા છેડછાડ કરેલા વીડિયો પ્રસારિત કરી રહ્યા છે, પીએમ મોદીએ આગળ કહ્યું કે મહામારીથી મુકાબલો કરતી વખતે ભારતે દેખાડી દીધું કે, લોકતંત્ર, અનુશાસન અને નિર્ણાયક ક્ષમતા કેવી રીતે એકસાથે મળી સાચા જનઆંદોલનનું રૂપ લઈ લેતું હોય ચે.

પાકિસ્તાન પણ નોન-અલાઈન્ડ આંદોલનનું સભ્ય છે

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી માટે આ સંમેલન એટલા માટે પણ વિશેષ હતું કેમ કે તેઓ પહેલીવાર આ સંમેલનમાં સામેલ થયા. આ સંમેલને નોન-અલાઈન્ડ દેશો સાથે પીએમ મોદીની કોરોનાથી નિપટવાને લઈ ચર્ચા થઈ. પાકિસ્તાન પણ બિન-સંગઠીત આંદોલનનો સભ્ય દેશ હોવાથી આ સંમેલનમાં સામેલ થયું હતું.

અમેરિકામાં ઘટ્યો મૃત્યુ આંક, કોરોનાથી 24 કલાકમાં 1000ના મોતઅમેરિકામાં ઘટ્યો મૃત્યુ આંક, કોરોનાથી 24 કલાકમાં 1000ના મોત

English summary
Prime Minister Narendra Modi Monday called on all member countries of the Non-Aligned Movement (NAM) to come together to fight the Covid-19 pandemic, even as he slammed Pakistan for spreading terrorism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X