ભાજપ નેતાનો દાવો, માત્ર 2 કલાક સૂવે છે પીએમ મોદી, સ્વયં સાથે કરી રહ્યા છે આ પ્રયોગ

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટિલે વિચિત્ર નિવેદન આપ્યુ છે.

નવી દિલ્લીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટિલે વિચિત્ર નિવેદન આપ્યુ છે. પાટિલનુ કહેવુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવસમાં માત્ર 2 કલાક જ સૂવે છે. તે પોતાની સાથે એક અલગ પ્રકારનો પ્રયોગ કરી રહ્યા છે જેનાથી તે દેશ માટે 24 કલાક કામ કરી શકે. પાટિલે આ નિવેદન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કોલ્હાપુરમાં સંબોધિત કરતી વખતે આપ્યુ છે. વાસ્તવમાં નૉર્છ કોલ્હાપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થવાની છે. આ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધિત કરીને પાટિલે કહ્યુ કે પીએમ મોદી દિવસમાં માત્ર બે કલાક જ સૂવે છે અને 22 કલાક કામ કરે છે.

ન સૂવાનો અભ્યાસ કરી રહ્યા છે પીએમ

ન સૂવાનો અભ્યાસ કરી રહ્યા છે પીએમ

ચંદ્રકાંત પાટિલે દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી મોદી પોતાની સાથે પ્રયોગ કરી રહ્યા છે જેથી તેમને સૂવાની જરુર ના પડે. પ્રધાનમંત્રી દર મિનિટે દેશ માટે કામ કરે છે. પીએમ મોદી કોશિશ કરી રહ્યા છે કે તે ઉંઘથી ખુદને બચાવી શકે જેથી તે 24 કલાક જાગતા રહે અને દેશ માટે કામ કરતા રહે. તે પોતાની એક મિનિટ પર બરબાદ નથી કરતા. ભાજપ નેતાએ કહ્યુ કે પીએમ મોદી ખૂબ જ કુશળતા સાથે કામ કરે છે અને તેમને એ ખબર રહે છે કે દેશના કોઈ ભાગમાં શું થઈ રહ્યુ છે.

શું કહેવુ છે પીએમ મોદીનુ

શું કહેવુ છે પીએમ મોદીનુ

જો કે, ભાજપ નેતાના આ દાવામાં કેટલી સચ્ચાઈ છે એની પુષ્ટ તો અમે નથી કરી શકતા પરંચુ અમુક વર્ષો પહલા ખુદ પ્રધાનમંત્રીએ પોતાની ઉંઘ વિશે ખુલીને વાત કરી હતી કે તે દિવસમાં કેટલા કલાક સૂવે છે. પીએમ મોદીએ એક ઈન્ટરવ્યુમાં ખુદ 2011માં કહ્યુ હતુ કે હું 24 કલાકમાં માંડ 3.5 કલાક ઉંઘે છે. જો કે તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે તેમણે ઓછામાં ઓછુ 5-6 કલાક સૂવુ જોઈએ.

30 સેકન્ડમાં સૂઈ જાય છે પીએમ

30 સેકન્ડમાં સૂઈ જાય છે પીએમ

પીએમ મોદીએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે હું ખૂબ જ ઓછુ ઉંઘુ છુ. મારા બધા ડૉક્ટર દોસ્ત મને સતત કહેતા રહે છે કે મારે પોતાના સૂવાનો સમય વધારવો જોઈએ. મારે ઓછામાં ઓછી 5-6 કલાક જરુર સૂવુ જોઈએ. પરંતુ મને કામ કરવાની આદત પડી ગઈ છે અને ઘણા વર્ષોથી આ મારી આદત બની ગઈ છે કે હું માત્ર 3.5 કલાક જ સૂવુ છુ. પરંતુ આ ઉંઘ ખૂબ જ ગાઢ હોય છે. હું પથારીમાં પડતા જ 30 સેકન્ડમાં સૂઈ જઉ છુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X