For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યોના સીએમ સાથે આજે પીએમ મોદીની બેઠક, લૉકડાઉન પર થશે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવાર(આજે) 10 વાગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસ રોજ વધી રહ્યા છે. વાયરસના ફેલાવને રોકવા માટે દેશવ્યાપી લૉકડાઉન લાગેલુ છે જે 3 મે સુધી ચાલશે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવાર(આજે) 10 વાગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે. આ બેઠકમાં 3 મે બાદની સ્થિતિ વિશે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભારતમાં આ વાયરસથી અત્યાર સુધી 800થી પણ વધુ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 27 હજારના આંકડાને પાર કરી ચૂકી છે.

pm modi

માનવામાં આવી રહ્યુ છે કે આ બેઠકમાં લૉકડાઉનને તબક્કાવાર રીતે સમાપ્ત કરવા અને કોવિડ-19 સામે આગામી પગલા માટે ચર્ચા થઈ શકે છે. સરકારનુ કહેવુ છે કે દેશમાં કોરોના સંક્રમિતોના રિકવર થવાનો આંકડો વધી રહ્યો છે કે જે રાહતની વાત છે. જો કે 3 મે બાદ દેશમાં લૉકડાઉન ખતમ થઈ રહ્યુ છે જેને લગભગ એક સપ્તાહ જ બચ્યુ છે. માટે આગળની સ્થિતિ વિશે સરકાર નવી રણનીતિ બનાવી શકે છે. એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે આજે યોજાનારી વીડિયો કૉન્ફરન્સમાં લૉકડાઉનને આગળ લંબાવવા વિશે સમીક્ષા કરવાની આશા છે. મુખ્યમંત્રીઓ દ્વારા 20 એપ્રિલથી અમુક વિસ્તારોમાં લૉકડાઉન દરમિયાન આપવામાં આવેલી આંશિક છૂટ, ટેસ્ટ કિટની સ્થિતિ, ડૉક્ટરોની સુરક્ષા અંગે ચર્ચાની પણ સંભાવના છે. એ આશા રાખવામાં આવી રહી છે કે રાજ્ય કેન્દ્રથી રાહત પેકેજની માંગ કરી શકે છે. લગભગ બધા મોટા રાજ્યોએ પહેલા પણ બેઠકોમાં પોતાના વિચાર રાખ્યા છે.

માહિતી મુજબ આ વખતે બિહાર, ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કેન્દ્રશાસિત પુડુચેરીના મુખ્યમંત્રીઓો વારો છે. પૂર્વોત્તરના મેઘાલય અને મિઝોરમના મુખ્યમંત્રી પણ ભાગ લેશે. સૂત્રોએ કહ્યુ છે કે કેન્દ્ર બધા રાજ્યો મોટા કે નાનાને બોલવાનો મોકો આપવા ઈચ્છે છે પરંતુ ગઈ વખત કરતા ઉલટુ જ્યારે લૉકડાઉનને લંબાવવા પહર ચર્ચા કરવામાં આવી હતી તે તેમણે લેખિત રૂપે પોતાની માંગ રાખવાની જરૂર નહિ હોય.

ઉલ્લેખનીય છે કે 20 માર્ચે થયેલી પહેલી બેઠકમાં આઠ રાજ્યોએ વાયરસના નિયંત્રણ, ચિકિત્સાના પાયાગત ઢાંચા અને સ્થાનિક આરોગ્ય સંશાધનોના પ્રશિક્ષણ પર પોતાના વિચાર રાખ્યા હતા. ત્યારબાદ 2 એપ્રિલે બીજી બેઠકમાં લગભગ 8 રાજ્યોએ લૉકડાઉનના એક્ઝીટ પ્લાનની રણનીતિ પર ચર્ચા કરી હતી. પછી 11 એપ્રિલે ત્રીજી બેઠકમાં ઓછામાં ઓછા 13 મુખ્યમંત્રીઓએ લૉકડાઉન લંબાવવા માટે કહ્યુ હતુ.

આ પણ વાંચોઃ કોરોના વાયરસનો તાંડવ યથાવત, અમેરિકામાં પાછલા 24 કલાકમાં 1330 લોકોના મોતઆ પણ વાંચોઃ કોરોના વાયરસનો તાંડવ યથાવત, અમેરિકામાં પાછલા 24 કલાકમાં 1330 લોકોના મોત

English summary
pm modi states cm discussion video call meeting lockdown covid19 coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X