પીએમ નરેન્દ્ર મોદીએ આપ્યો સંદેશ - જાન હે તો જહાન હે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક વાર ફરીથી કોરોના વાયરસના ખતરાને જોતા દેશને સંબોધિત કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક વાર ફરીથી કોરોના વાયરસના ખતરાને જોતા દેશને સંબોધિત કર્યો. માત્ર એક અઠવાડિયાની અંદર પીએમ મોદીએ સતત બીજી વાર દેશને સંબોધિત કરીને કહ્યુ કે આજે રાતે 12 વાગ્યાથી આખા દેશમાં લૉકડાઉન થઈ જશે. એટલે કે આજે રાતે 12 વાગ્યા બાદ તમે રસ્તા પર નહિ નીકળી શકો. પીએમે કહ્યુ કે લૉકડાઉન જનતા કર્ફ્યુથી વધુ કડક હશે. તમે લોકો લૉકડાઉનને કર્ફ્યુ જ સમજો. આ સાથે પીએમ મોદીએ કોરોના વાયરસના સંક્રમણની ભયાનક સ્થિતિ વિશે દેશને જણાવ્યુ. આ દરમિયાન પીએમે સ્પષ્ટ રીતે કહ્યુ કે પોતાના ઘરોમા જ રહો. જાન હે તકો જહાન હે. પીએમે કહ્યુ કે આ વાયરસથી બચવા માટે જો દિશા-નિર્દેશનુ પાલન ન કર્યુ તો કેટલુ નુકશાન થઈ શકે છે તેનો અંદાજ લગાવી શકાય છે.

એક વ્યક્તિથી 100 લોકોમાં ફેલાઈ શકે છે
પીએમ મોદીએ કહ્યુ કે આ વાયરસ એક વ્યક્તિમાં હોય તો એકલો તે વ્યક્તિ 100 લોકોમાં ફેલાઈ શકે છે. આ વાયરસથી સંક્રમિત વ્યક્તિ શરૂઆતમાં એકદમ સાજો લાગે છે. તેની અંદર કોઈ લક્ષણ નથી દેખાતા પરંતુ બાદમાં તેના બાદમાં લક્ષણ દેખાય છે. માટે આપણે બિલકુલ ઘરની બહાર નથી નીકળવાનુ. આને ફેલાવાની ચેન તોડવાની છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે તમને યોગ્ય માહિતી આપનાર મીડિયા કર્મીઓ વિશે વિચારો, પોલિસકર્મીઓ વિશે વિચારો, જે ઘર અને પરિવારની ચિંતા કર્યા વિના તમારા પરિવારને બચાવવા માટે દિવસ રાત ડયુટી કરી રહ્યા છે. અને ઘણી વાર તો ગુસ્તાખીના શિકાર બની જાય છે, ગુસ્સો પણ સહન કરી રહ્યા છે.

વચન નિભાવવાનુ છે
પીએમે કહ્યુ કે ભારત આજે એ સ્ટેજ પર છે જ્યાં આપણે આજની એક્શન નક્કી કરશે કે આ મોટી મહામારીના પ્રભાવને આપણે કેટલુ ઘટાડી શકીએ છીએ. આપણા સંકલ્પને આપણે વારંવાર મજબૂત કરવાનો છે. ડગલેને પગલે સંયમ વર્તવાનુ છે. તમારે યાદ રાખવાનુ છે કે જાન હે તો જહાન હે. આ ધૈર્યના સમયની પરીક્ષા છે. આપણે વચન નિભાવવાનુ છે. મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે કે તમે ઘરોમાં રહીને એ લોકોની મંગલકામના કરો, જો લોકો ખુદ ખતરામાં રહીને કામ કરી રહ્યા છે. એ ડૉક્ટર્સ, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, પેથોલોજી, જે આ મહામારી સામે એક એક જીવને બચાવવા માટે હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે.

જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ રહેશે
પીએમે કહ્યુ કે રોજિંદા જીવનમાં લોકોને અસુવિધા ન થાય તેના માટે પ્રશાસન સતત કોશિશ કરી રહ્યુ છે. બધી જરૂરી વસ્તુઓની સપ્લાય ચાલુ રહેશે. આના બધા ઉપાય કરવામાં આવ્યા છે અને આગળ પણ કરવામાં આવશે. સંકટની આ ઘડી ગરીબો માટે ખૂબ જ મુશ્કેલ સમય લઈને આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સમાજના અન્ય સંગઠન ગરીબોની મુસીબત ઓછી થાય આના માટે સતત લાગેલા છે. જીવન જીવવા માટે જે જરૂરી છે તેના માટે બધા પ્રયાસો સાથે જીવન બચાવવા માટે જે જરૂરી હોય તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જ પડશે. દેશની આરોગ્ય સેવાઓને સારી બનાવવા માટેનુ કામ દેશ સતત કરી રહ્યો છે.












Click it and Unblock the Notifications
