હજયાત્રા માટે મહિલાઓ પર લાગેલ બંધન થયા દૂર,PMએ આપી જાણકારી

Written By:
Subscribe to Oneindia News

વર્ષ 2017ના છેલ્લા 'મન કી બાત' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ મહિલાઓ સાથે થઇ રહેલ ભેદભાવના મુદ્દા અંગે વાત કરી હતી અને તેમણે હજ યાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, એક દાયકાથી મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવ થઇ રહ્યો છે, તેમની સાથે અન્યાય થઇ રહ્યો છે, પરંતુ આ આ અંગે કોઇ વાત નથી કરતું. વર્તમાન સમયમાં ટ્રિપલ તલાકના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે રીતે મુસ્લિમ સમુદાય અને ખાસ કરીને મહિલાઓનું સમર્થન મળ્યું છે, એને જોતાં પીએમ મુસ્લિમ મહિલાઓ સાથે જોડાયેલા તમામ મુદ્દાઓને સતત પ્રકાશમાં લાવી રહ્યાં છે. આ પહેલાં 26 નવેમ્બરના રોજ મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, અમારી જાણકારી અનુસાર જો કોઇ મુસ્લિમ મહિલાએ હજ યાત્રા પર જવું હોય, તો તેણે પુરૂષ અભિભાવક સાથે જ જવાનું રહે છે. આ ભેદભાવ મહિલાઓ સાથે શા માટે થાય છે.

70 વર્ષ જૂની પ્રથા

70 વર્ષ જૂની પ્રથા

જ્યારે મને આ વાતની જાણ થઇ ત્યારે ખૂબ આશ્ચર્ય થયું હતું કે, આઝાદીના 70 વર્ષ પછી પણ આપણે મહિલાઓ પર આ રીતના બંધનો લાદી રહ્યાં છીએ, મુસ્લિમ મહિલાઓ સાથે અત્યાચાર થઇ રહ્યો છે અને આ અંગે કોઇ ચર્ચા નથી કરતું. આ પ્રથા અમે પૂર્ણ કરી અને મહિલાઓને અભિભાવક વિના હજ યાત્રા પર જવાની પરવાનગી આપી. પીએમ મોદીએ આને પોતાની ઉપલબ્ધિ ગણાવતાં કહ્યું કે, મને ખુશી છે કે, હવે લગભગ 1300 મહિલાઓ અભિભાવક વિના હજ યાત્રાએ જઇ શકે છે, તેમણે આ માટે આવેદન આપ્યું છે.

પીએમ મોદીનું સૂચન

પીએમ મોદીનું સૂચન

આ બાબતે પીએમ મોદીએ અલ્પસંખ્યક મામલાના મંત્રાલયને સૂચન પણ કર્યું છે કે, એકલા હજ યાત્રાએ જવાનું આવેદન કરનાર તમામ મહિલાઓના આવેદન સ્વીકારમાં આવે અને તેમને અગાઉથી ચાલી રહેલ લૉટરી સિસ્ટમ હેઠળ હજ યાત્રા પર મોકલવાની પ્રક્રિયા અલગથી કરવામાં આવે. એકલા હજ યાત્રાએ જતી મહિલાઓ માટે અલગ વ્યવસ્થા પણ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, હજ કમિટિ ઓફ ઇન્ડિયાની નવી નીતિ બાદ અભિભાવક વિના 4 કે તેથી વધુ મહિલાઓને પણ અનુમતિ આપાવમાં આવી છે. નવી નીતિ બાદ કરવામાં આવેલ આ મોટું આવેદન છે.

અભિભાવક એટલે કોણ?

અભિભાવક એટલે કોણ?

મહરમ કે અભિભાવકનો અર્થ થાય છે, એ વ્યક્તિ જેની પાસે મહિલાએ હજ જતા પહેલાં પરવાનગી લેવાની હોય છે, જે તેના કરતાં વયસ્ક હોય, મહિલાનો પતિ હોય કે મહિલા સાથે લોહીના સંબંધથી જોડાયેલો હોય. પહેલાં મહિલાઓને પોતાના અભિભાવક વિના હજ યાત્રા પર જવાની અનુમતિ નહોતી. જેના લગ્ન ન થયા હોય એવી મહિલા માટે એવો પુરૂષ જેની સાથે તેના લગ્ન ન થઇ શકે, એ અભિભાવક હોય છે. પરિણીત મહિલાઓ માટે તેમના પતિ અભિભાવક હોય છે, જેમના વિના તેઓ હજ યાત્રા પર ન જઇ શકે.

સાઉદી અરેબિયાએ નક્કી કર્યો છે કોટા

સાઉદી અરેબિયાએ નક્કી કર્યો છે કોટા

ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયાની કીક સરકારે દરેક દેશના તિર્થયાત્રીઓ માટેનો કોટા પહેલેથી જ નક્કી રાખ્યો છે. હજ માટે આવતા યાત્રીઓના પ્રબંધનમાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન આવે એ માટે આમ કરવામાં આવ્યું છે. ભારત માટે કુલ 1,70,000 હજયાત્રીઓનો કોટા નક્કી કરવામાં આવ્યો છે. ભારતના મોટાભાગના યાત્રીઓ હજ કમિટી દ્વારા જ તિર્થયાત્રા પર જાય છે, જેમાં 45 હજાર લોકો કમિટી દ્વારા અધિકૃત પ્રાઇવેટ ટૂર ઑપરેટર દ્વારા સાઉદી અરેબિયા હજ યાત્રા માટે જાય છે.

English summary
PM Modi talk announces end of maharam for women for haj.e says women are still facing bias.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.