ASSOCHAM Foundation Week: PM મોદી આજે એસોચેમને કરશે સંબોધિત, રતન ટાટાને આપશે અવૉર્ડ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારે(19 ડિસેમ્બર) ઉદ્યોગ મંડલ એસોચેમની સ્થાપના સપ્તાહમાં સંબોધન કરશે.
PM Narendra Modi address ASSOCHAM Foundation Week today: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારે(19 ડિસેમ્બર) ઉદ્યોગ મંડળ એસોચેમની સ્થાપના સપ્તાહમાં સંબોધન કરશે. પીએમ મોદીનો આ કાર્યક્રમ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થશે. પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ)ના નિવેદન મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે બિઝનેસમેન રતન ટાટાને 'એસોચેમ એન્ટરપ્રાઈઝ ઑફ ધ સેન્ચુરી' અવૉર્ડથી પણ સમ્માનિત કરશે. રતન ટાટા, ટાટા ગ્રુપ તરફથી અવૉર્ડ લેશે.

પીએમ મોદી એસોચેમમાં પોતાના સંબોધન દરમિયાન દેશમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન અને ઉદ્યોગ જગત પર પણ વાત કરી શકે છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે એસોચેમના સંબોધનમાં પીએમ મોદી બેંકિંગ અને કૉર્પોરેટ જગત સાથે જોડાયેલા લોકો માટે મોટી ઘોષણાઓ કરી શકે છે. પીએમ મોદીએ ગયા વર્ષે પોતાના એસોચેમના સંબોધનમાં જીએસટી અને પાંચ ટ્રિલિયન ડૉલર અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો.
એસોચેમ(ASSOCHAM) શું છે?
એસોચેમની સ્થાપના દેશના બધા ક્ષેત્રોની પ્રમોટર ચેમ્બરોએ વર્ષ 1920માં કરી હતી. આની અંદર 400થી વધુ ચેમ્બર અને વેપાર સંઘ છે. દેશભરમાં આના સભ્યોની સંખ્યા સાડા ચાર લાખથી વધુ છે. એસોચેમનુ પૂરુ નામ 'એસોસિએટેડ ચેમ્બર્સ ઑફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઑફ ઈન્ડિયા' થાય છે. આને ઘણી જગ્યાએ 'ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મંડળ' પણ કહેવામાં આવે છે. આ સંસ્થાનુ મુખ્ય કામ ભારતની ઈન્ડસ્ટ્રી અને બેંકિંગ સેક્ટરની રક્ષા કરવાનુ છે. હાલમાં આ સંસ્થાના અધ્યક્ષ બાલકૃષ્ણ ગોયંકા છે.












Click it and Unblock the Notifications
