For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી આજે 11 વાગે કરશે 'મન કી બાત', બિહાર ચૂંટણી હોઈ શકે છે મહત્વનો મુદ્દો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રવિવારે(25 ઓક્ટોબર)દશેરાના તહેવાર નિમિત્તે સવારે 11 વાગે 'મન કી બાત' દ્વારા દેશને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રવિવારે(25 ઓક્ટોબર)દશેરાના તહેવાર નિમિત્તે સવારે 11 વાગે 'મન કી બાત' દ્વારા દેશને સંબોધિત કરશે. પીએમ મોદીનો મન કી બાતનો આ 70મો કાર્યક્રમ છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત કોરોના વેક્સીન અને તહેવારોનો પણ ઉલ્લેખ પીએમ મોદી મન કી બાત કાર્યક્રમમાં કરી શકે છે. પીએમ મોદીએ આ પહેલા કરેલ મન કી બાતમાં દેશવાસીઓને કોરોના વાયરસ માટે ચેતવણી આપી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે હજુ જોખમ ટળ્યુ નથી.

pm modi

પ્રધાનમંત્રી મોદીએ પણ મન કી બાતની ટ્વિટ કરીને માહિતી આપી છે. પીએમ મોદીએ ટવિટ કરીને દેશવાસીઓને મન કી બાત સાંભળવાની અપીલ કરી છે. પીએમ મોદીએ 24 ઓક્ટોબરે બિહારમાં ચૂંટણી રેલી કરી હતી. જેમાં તેમણે કોવિડ-19 વિશે ચેતવણી આપી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે લૉકડાઉન જવાનો એ અર્થ નથી કે જોખમ ટળી ગયુ છે, તે હજુ ચાલુ જ છે. પીએમ મોદીઆ મન કી બાતમાં ફેસ્ટીવલ સિઝનમાં કોવિડ-19ના નિયમોનુ પાલન કરવાનુ સૂચન આપી શકે છે. અથવા કોરોના વેક્સીન પર પણ વાત કરી શકે છે.

ગઈ વખતે 27 સપ્ટેમ્બરે મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ નવા કૃષિ કાયદા સહિત ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. પીએમ મોદી નવા ખેડૂત બિલનો બચાવ કરી રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ હતુ નવ ખેડૂત બિલ પોતાના ફળ-શાકભાજી, ક્યાંય પણ, કોઈને પણ વેચવાની શક્તિ આપે છે અને એ જ ખેડૂતોના વિકાસનો આધાર છે.

US Election 2020: બિડેન બોલ્યા- ચૂંટણી જીત્યો તો ફ્રીમાં કોરોના વેક્સીન આપીશUS Election 2020: બિડેન બોલ્યા- ચૂંટણી જીત્યો તો ફ્રીમાં કોરોના વેક્સીન આપીશ

English summary
PM Modi to address the nation through 'Mann Ki Baat' at 11 am today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X