For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી સાથે I2U2 વર્ચ્યુઅલ સમિટમાં શામેલ થશે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન, વ્હાઈટ હાઉસે કર્યુ એલાન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રશાસને એલાન કર્યુ છે કે ભારત સાથે વધુ એક ક્વાડમાં અમેરિકા શામેલ થવા જઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રશાસને એલાન કર્યુ છે કે ભારત સાથે વધુ એક ક્વાડમાં અમેરિકા શામેલ થવા જઈ રહ્યુ છે. બાઈડન પ્રશાસનના જણાવ્યા મુજબ ભારત-ઈઝરાયેલ-યુએઈ અને યુએસની ભાગીદારીવાળી નવી ચોકડીને I2U2 કહેવામાં આવી રહ્યુ છે. બાઈડન પ્રશાસનના જણાવ્યા મુજબ આ મહિને આવતા સપ્તાહે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે I2U2ની વર્ચ્યુઅલ સમિટમાં શામેલ થશે.

modi-biden

તમને જણાવી દઈએ કે અમેરિકા, યુએઈ અને ઈઝરાયેલ સાથે ભારતની એક નવી ભાગીદારી શરુ થવા જઈ રહી છે જેને I2U2 નામ આપવામાં આવ્યુ છે. બાઈડન પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યુ છે કે ઈઝરાયેલના પીએમ નેફ્ટાલી બેનેટ, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ સાથે મળીને રાષ્ટ્રપતિ જો બાઈડન I2U2ની વિશેષ ભાગીદારીને આગળ વધારશે.

હાલમાં મોટાભાગના દેશોની નજર આ મહિનાના અંતે યોજાનારી જી7 બેઠક પર છે. આ દરમિયાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વાર ફરીથી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની મુલાકાત કરવા જઈ રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ જો બાઈડન I2U2ના અન્ય દેશ ઈઝરાયેલ અને સાઉદી અરબના પ્રવાસે પણ જશે.

English summary
PM Modi to attend I2U2 virtual summit with US President Biden, White House announces
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X