For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંક્રમણ મામલે પીએમ મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે

કોરોના સંક્રમણ મામલે પીએમ મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી કોરોના વાયરસને લઇ આજે અને આવતી કાલે કેટલાય મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરશે. જેવી રીતે કોરોનાના મામલા દરરોજ તેજીથી વધી રહ્યા છે, તે એક મોટી સમસ્યા છે, એવામાં માનવામાં આવી રહ્યું છે કે પીએણ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે વાતચીત દ્વારા તેને રોકવાના ઉપાયો પર ચર્ચા કરી શકે છે. પીએમ મોદી 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા આજે બપોરે 3 વાગ્યે વાત કરશે. આજે પીએમ મોદી આસામ, પંજાબ, કેરળ અને પૂર્વોત્તર રાજ્યોના સીએમ સાથે વાતચીત કરશે. જ્યારે આવતી કાલે એટલે કે બુધવારે તેઓ 15 એવા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે જે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને દિલ્હી સામેલ છે.

modi

જણાવી દઇએ કે તેજીથી વધતી બેરોજગારી પર લગામ લગાવવાના ઉદ્દેશ્ય સાથે આ મહિને દેશી અર્થવ્યવસ્થાને અનલૉક કરી દેવામાં આવ્યો હતો. અનલૉક પહેલા એપ્રિલ અને મે મહિનામાં બેરોજગારી દર 23.5 ટકા હતો, જે જૂનના પહેલા અઠવાડિયામાં ઘટીને 17.5 ટકા થયો અને તે બાદના બીજા અઠવાડિયામાં 11.6 ટકા સુધી પહોંચી ગયો. અનલૉકના કારણે કેટલાય રાજ્યોની અર્થવ્યવસ્થા ફરી એકવાર શરૂ થઇ અને ઉદ્યોગ- ધંધા ફરીથી ચાલવા લાગ્યા. જો કે આ દરમિયાન લોકોને અપીલ કરવામાં આવી કે તેઓ કોરોના વાયરસથી બચવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરે અને ચહેરા પર માસ્ક લગાવે.

મુખ્યમંત્રીઓ સાથે વાત કરતા પહેલા પીએમ મોદીએ શનિવારે કોવિડ-19ને રોકવા માટે કરવામાં આવેલા ઉપાયોની સમીક્ષા કરી અને જ્યાં કોરોના વાયરસના મામલા સૌથી વધુ છે તે વિસ્તારોના આગળના રોડમેપ પર ચર્ચા કરી. પીએમ મોદીએ મંતવ્ય આપ્યો હતો કે ગૃહમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીએ દિલ્હીના સીએમ અને એલજી સાથે આપાતકાલીન બેઠક કરવી જોઇએ અને એક પુખ્તા યોજના બનાવવી જોઈએ, જેથી કોરોના સંક્રમણ રોકી શકાય.

MPના રાજ્યપાલ લાલજી ટંડનની હાલત નાજુક, વેન્ટીલેટર પર શિફ્ટ કરાયાMPના રાજ્યપાલ લાલજી ટંડનની હાલત નાજુક, વેન્ટીલેટર પર શિફ્ટ કરાયા

English summary
PM Modi to hold video conference meet with chief ministers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X