Aero India 2023: આજથી શરુ થઈ રહ્યુ છે એરો ઈન્ડિયાનુ 14મુ સંસ્કરણ, PM મોદી કરશે ઉદઘાટન
બેંગલુરુમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરો ઈન્ડિયાના 14માં સંસ્કરણનુ ઉદઘાટન કરશે. જેમાં સૈન્ય વિમાનો, હેલીકૉપ્ટરો, રક્ષા ઉપકરણોનુ પ્રદર્શન યોજવામાં આવશે.
Aero India 2023: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકમાં ભારતના 14માં દ્વિવાર્ષિક એરોસ્પેસ પ્રદર્શન - એરોઈન્ડિયાનુ ઉદઘાટન કરશે. આ એરો શો બેંગલુરુના યેલહાંકા સ્થિત એરફોર્સ સ્ટેશન પર થશે. એરો ઈન્ડિયા સૈન્ય વિમાનો, હેલીકૉપ્ટરો, રક્ષા ઉપકરણો અને નવા યુગના એવિયોનિક્સના નિર્માણ માટે દેશને ઉભરતા કેન્દ્ર તરીકે પ્રદર્શિત કરશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ બેંગલુરુના બહારના વિસ્તારમાં વાયુસેના યાલહંકા સૈન્ય મથક પર પાંચ દિવસીય આ શોમાં 809 સંરક્ષણ કંપનીઓ અને 98 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. વળી, એરોઈન્ડિયામાં લગભગ 250 બિઝનેસ-ટુ-બિઝનેસ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. જે આશરે રુ.75,000 કરોડના રોકાણનો માર્ગ મોકળો કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ વખતે એરો ઈન્ડિયા 2023ની થીમ ધ રનવે ટુ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ છે. એર શોમાં સ્વદેશી ટેક્નોલોજી અને સાધનો અને વિદેશી કંપનીઓ સાથે જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એરો શો ભારતમાં ડિઝાઇન લીડરશીપ, UAV સેક્ટરમાં પ્રગતિ, સંરક્ષણ, અવકાશ અને ભાવિ ટેક્નોલોજી તરફના વિકાસને પ્રદર્શિત કરશે.
આ પ્રદર્શન સરકારના 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ' વિઝનને અનુરૂપ સ્વદેશી ઉપકરણો અને ટેક્નોલોજીના પ્રદર્શન અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરશે. એક પત્રકાર પરિષદને સંબોધીને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ હતુ કે, 'એરો ઈન્ડિયા-2023 દેશની ઉત્પાદન ક્ષમતા અને પીએમ મોદી દ્વારા કલ્પના કરાયેલ આત્મિનિર્ભર ભારતને સાકાર કરવા તરફ થયેલી પ્રગતિને પ્રકાશિત કરશે.' તેમણે કહ્યુ કે, 'આ ઈવેન્ટ એરોસ્પેસ અને એવિએશન સેક્ટરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. એરો ઈન્ડિયા ભારતમાં એરોસ્પેસ ક્ષેત્રના વ્યાપક વિકાસમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને દેશના સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાના લક્ષ્યને સાકાર કરવામાં મદદ કરશે.' તેમણે વધુમાં કહ્યુ કે, 'મને વિશ્વાસ છે કે બેંગલુરુ એરોસ્પેસ ક્ષેત્ર માટે વૈશ્વિક હબ તરીકે ઉભરી આવશે. અમે વાઇબ્રન્ટ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનાવવાનું' લક્ષ્ય રાખીએ છીએ.'
આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, બેંગલુરુ પોલીસે 13 થી 17 ફેબ્રુઆરી સુધી ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે જેથી લોકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. ટ્રાફિક અધિકારીઓએ જણાવ્યુ છે કે, કાર્યક્રમના ઉદ્ઘાટનને ધ્યાનમાં રાખીને બેલ્લારી રોડથી એસ્ટીમ મોલ વચ્ચેનો રસ્તો બંધ રહેશે, સવારે 8 થી 11.30 દરમિયાન કોઈપણ પ્રકારના વાહનના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ખાસ પાસ બતાવવા પર જ અહીં એર ઈન્ડિયાના શોમાં વાહનોને પ્રવેશ આપવામાં આવશે. એરપોર્ટ જનારા લોકોએ હેન્નુ-બગલુર રોડ થઈને જવુ પડશે. KIAL જતા લોકોએ બીજો રસ્તો અપનાવવો પડશે, તેમણે હેન્નુર જંકશન થઈને એરપોર્ટ પહોંચવુ પડશે.












Click it and Unblock the Notifications
