પ્રધાનમંત્રી મોદી આજે કરશે ડિજિટલ હેલ્થ મિશનની શરૂઆત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આયુષ્માન ભારત ડિજિટલ મિશનનુ ઉદઘાટન કરશે.

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આયુષ્માન ભારત ડિજિટલ મિશનનુ ઉદઘાટન કરશે. પીએમ મોદી 11 વાગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આનુ ઉદઘાટન કરશે. આ યોજનાને પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન કે નેશનલ ડિજિટલ હેલ્થ મિશનના નામથી પણ ઓળખવામાં આવે છે. આનુ એલાન પીએમ મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાથી પોતાના ભાષણ દરમિયાન કર્યુ હતુ. હાલમાં તેને 6 કેન્દ્ર શાસિત રાજ્યોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યુ છે.

modi

આ મિશનના લૉન્ચના એક દિવસ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે, '27 સપ્ટેમ્બરનો દિવસ ભારતમાં આરોગ્ય માટે ઘણો મહત્વનો છે. આયુષ્માન ભારત ડિજિટલ મિશન ટેકનિકને વધુ સારી કરીને લોકો માટે આરોગ્ય સેવાઓના દરવાજા ખોલશે કે જે આ ક્ષેત્રમાં એક નવી શોધ છે.' વળી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેશે. તેમણે આ કાર્યક્રમના લૉન્ચ પહેલા ટ્વિટ કરીને લખ્યુ કે આ મિશન ડિજિટલ આરોગ્ય પારિસ્થિતિક તંત્રની અંદર સૂચનાના આદાન-પ્રદાનને સક્ષમ કરવા માટ એક સહજ ઑનલાઈન મંચ તૈયાર કરશે. લોકો સરળતાથી આરોગ્ય સુવિધાઓ સુધી પહોંચી શકશે.

આરોગ્ય મંત્રીએ કહ્યુ કે આ પ્રોજેક્ટના ત્રણ મહત્વના પાસાં છે જેમાં નાગરિકો માટે હેલ્થ આઈડી કાર્ડ, આરોગ્યકર્મીઓનુ રજિસ્ટ્રેશન, આરોગ્ય સેવાઓનુ રજિસ્ટ્રેશન છે. હવે લોકો આરોગ્ય સેવાઓનો લાભ એક ક્લિક દ્વારા મેળવી શકશે. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર નેશનલ ડિજિટલ હેલ્થ મિશન જન ધન, આધાર અને મોબાઈલ(જેમ) ના ત્રિકોણ પર આધારિત છે. આ બધી ત્રણે સેવાઓ કેન્દ્ર સરકારની ડિજિટલ ઝુંબેશનો ભાગ છે. આ મિશન હેઠળ દેશના દરેક નાગરિકનુ એક હેલ્થ આઈડી કાર્ડ બનશે જેને તેને હેલ્થ કાર્ડ સાથે જોડી દેવામાં આવશે. તેના દ્વારા આરોગ્યને લગતી માહતી મોબાઈલ એપ્લિકેશન દ્વારા મેળવી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X