For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી Howdy Modi કાર્યક્રમમાં ભાગ લેવા આજે અમેરિકા જવા રવાના થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકામાં યોજાનાર હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેવા માટે આજે રવાના થશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકામાં યોજાનાર હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેવા માટે આજે રવાના થશે. પ્રધાનમંત્રી મોદી આજે અમેરિકાના પ્રવાસે જવા રવાના થશે અને તેમના આ યાત્રાનુ પહેલુ ચરણ હ્યુસ્ટન હશે જ્યાં તે ઘણી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે, સાથે હાઉડી મોદી કાર્યક્રમ દ્વારા અમેરિકામાં વસેલા ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે. આ કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી મોદી ન્યૂયોર્ક જવા રવાના થશે, જ્યાં તે યુએન જનરલ અસેમ્બલીના 74માં અધિવેશનમાં ભાગ લેશે.

pm modi

પ્રધાનમંત્રી મોદી ન્યૂયોર્કમાં 27 સપ્ટેમ્બરના રોજ યુએનજીએના અધિવેશનને સંબોધિત કરશે. 2014માં સત્તામાં આવ્યા બાદથી પ્રધાનમંત્રી મોદી પહેલી વાર યુએનજીએને સંબોધિત કરશે. 24 સપ્ટેમ્બરના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે યોજાનારી બેઠકમાં માનવામાં આવી રહ્યુ છે કે બંને દેશો વચ્ચે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. પીએમ મોદીના સંબોધનમાં ગ્લોબલ ક્લાઈમેટ ચેન્જ અને આતંકવાદ મહત્વના મુદ્દા રહેવાના છે. જો કે આ દરમિયાન હજુ એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થઈ શકી છે નહિ.

તમને જણાવી દઈએ કે હ્યુસ્ટન શહેરમાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમને પોપ બાદ અત્યાર સુધી બીજુ સૌથી મોટુ આયોજન કહેવામાં આવી રહ્યુ છે. ટેક્સાસ રાજ્યના સૌથી મોટા શહેર હ્યુસ્ટનમાં આયોજિત આ કાર્યક્રમમાં પાકિસ્તાની સમર્થક અને પ્રદર્શનકારીઓના પણ પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જે ત્યાં જમ્મુ કાશ્મીર મુદ્દે પ્રધાનમંત્રી મોદી સામે નારેબાજી અને હંગામો કરી શકે છે. ઈનપુટ મુજબ કાર્યક્રમમાં ઘણી મોટી સંખ્યામાં પાકિસ્તાની સમર્થકોના પહોંચવાની અપેક્ષા છે જેના 25થી વધુ હ્યુસ્ટશ શહેર પહોંચવા માટે બુક કરાવવામાં આવી છે. રિપોર્ટની માનીએ તો પાકિસ્તાની સમર્થકો કાર્યક્રમ સ્થળની તરફ જતા રસ્તા અને સ્ટેડિયમની બહાર ધરણા-પ્રદર્શન અને હોબાળો કરીને દુનિયાનુ ધ્યાન પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી શકે છે.

આ પણ વાંચોઃ વાઈસ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા બન્યા વાયુસેનાના નવા પ્રમુખઆ પણ વાંચોઃ વાઈસ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા બન્યા વાયુસેનાના નવા પ્રમુખ

English summary
PM Modi to leave for USA to attend Howdy Modi event and UNGA session.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X