For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રચંડ જીત બાદ આજે સાંજે 22000 કાર્યકર્તાઓને મળશે પીએમ મોદી, સ્વાગતની ખાસ તૈયારીઓ

સાંજે સાડા પાંચ વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ભાજપ કાર્યાલય પહોંચશે. આ ઉપરાંત તે ભાજપ કાર્યાલયમાં 20થી 22 હજાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019ના પરિણામો સામે આવ્યા લાગ્યા છે. દેશે પોતાનો નિર્ણય સામે મૂકી દીધો છે. અત્યાર સુધીના રૂઝાનો મુજબ એક વાર ફરીથી દેશમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે. દેશે ફરીથી એક વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ભરોસો વ્યક્ત કર્યો છે અને દેશની સત્તા તેમના હાથોમાં સોંપી દીધી છે. વળી, આ પ્રચંડ જીત બાદ દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા છે.

bjp

22000 ભાજપ કાર્યકર્તાઓ સાથે કરશે મુલાકાત

દિલ્લીમાં ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ અને નેતાઓ ભેગા થવા લાગ્યા છે. સાંજે સાડા પાંચ વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ભાજપ કાર્યાલય પહોંચશે. આ ઉપરાંત તે ભાજપ કાર્યાલયમાં 20થી 22 હજાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. તેમનો આભાર માનશે.

દિલ્લી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કાર્યકર્તાઓને જીત બાદ કાર્યાલય પહોંચવાની અપીલ કરી છે. મનોજ તિવારીએ કહ્યુ કે 20થી 22 હજારથી વધુ કાર્યકર્તાઓ આજે ભાજપ કાર્યાલય પહોંચશે. સાંજે જીતની ઉજવણી કરવા પીએમ નરેન્દ્ર મોદી પોતે આવશે. કાલે એટલે કે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠક બોલાવી છે. ચૂંટણી પરિણામો બાદ પીએમ મોદીએ કેબિનેટની બેઠક બોલાવી છે. આ બેઠકમાં આગળની દિશા નિર્ધારિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Video: દેશમાં ફરીથી એકવાર મોદી સરકાર! મા હીરાબાએ માન્યો સૌનો આભારઆ પણ વાંચોઃ Video: દેશમાં ફરીથી એકવાર મોદી સરકાર! મા હીરાબાએ માન્યો સૌનો આભાર

English summary
BJP Parliamentary board meeting to be held later today. PM Modi to meet BJP workers at party office at 5.30 pm today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X