For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી આજે ઓડિશા પ્રવાસે, IIT કેમ્પસ સહિત 15000 કરોડની આપશે ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે ઓડિશાના પ્રવાસ પર રહેશે જ્યાં તે લગભગ 15000 કરોડ રૂપિયાની યોજનાઓનો શુભારંભ કરશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે ઓડિશાના પ્રવાસ પર રહેશે જ્યાં તે લગભગ 15000 કરોડ રૂપિયાની યોજનાઓનો શુભારંભ કરશે. સોમવારે ઓડિશાના પ્રવાસ પર પીએમ મોદી આઈઆઈટી ભુવનેશ્વરના નવા કેમ્પસનુ ઉદઘાટન પણ કરશે. આ કેમ્પસનું નિર્માણ 1660 કરોડ રૂપિયાથી થયુ છે. આ ઉપરાંત પીએમ મોદી શિક્ષણ, આરોગ્ય અને માર્ગ તેમજ પરિવહન સાથે જોડાયેલી ઘણી યોજનાઓનો શુભારંભ કરશે.

pm modi

યોજનાઓનું લોકર્પણ કરવા ઉપરાંત ખુરદા નજીક પીએમ મોદી એક વિશાળ જનસભાને પણ સંબોધિક કરશે. એટલુ જ નહિ, પીએમ મોદી નવા વર્ષમાં જાન્યુઆરીમાં ફરીવાર પણ ઓડિશાનો પ્રવાસ કરશે. પીએમ મોદી 5 જાન્યુઆરીએ બારીપદામાં એક વિશાળ રેલીને સંબોધિત કરશે. તેના 11 દિવસ બાદ 16 જાન્યુઆરીએ પશ્ચિમી ઓડિશામાં એક યાત્રા કરશે. પીએમ મોદીના આજના પ્રવાસ માટે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

પીએમ મોદીના પ્રવાસ અંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યુ કે પૂર્વોદય દ્વારા સરકારનું લક્ષ્ય ઓડિશા જેવા રાજ્યોનો ઝડપથી સામાજિક-આર્થિક વિકાસ કરવાનું છે અને આ રાજ્યોને દેશના સૌથી વિકસિત રાજ્યોની બરાબર લાવવાનું છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીના આ પ્રવાસ અંગે સ્થાનિક પાર્ટી નેતાઓમાં ઉત્સાહ છે અને તેમનુ કહેવુ છે કે ઓડિશામાં ભાજપ મોટી જીત મેળવશે.

આ પણ વાંચોઃ જસદણ સીટ પર કુંવરજી બાવળિયાની જીત 2019માં સૌરાષ્ટ્રમાં વધારશે કોંગ્રેસની મુશ્કેલીઆ પણ વાંચોઃ જસદણ સીટ પર કુંવરજી બાવળિયાની જીત 2019માં સૌરાષ્ટ્રમાં વધારશે કોંગ્રેસની મુશ્કેલી

English summary
pm Modi to unveil projects worth around Rs 15,000 crore in Odisha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X