Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મેક ઈન ઈન્ડિયા, મેક ફૉર વર્લ્ડ..., અમેરિકામાં પીએમ મોદીની ગુડ બાય સ્પીચના મહત્વના મુદ્દા

PM Modi US visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ હવે પૂરો થઈ ગયો છે. પીએમ મોદીએ વૉશિંગ્ટન ડીસીમાં રોનાલ્ડ રીગન સેન્ટર ખાતે એક સામુદાયિક કાર્યક્રમમાં ભારતીય ડાયાસ્પોરાને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીનું અમેરિકા પ્રવાસની આ ગુડ બાય સ્પીચ હતી. પીએમ મોદી હવે અહીંથી ઇજિપ્ત જવા રવાના થશે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે એવુ લાગે છે કે અહીં મિની ઈન્ડિયા ઉમટ્યુ છે. પીએમ મોદીએ કહ્યું કે મેક ઇન ઇન્ડિયા મેક ફૉર વર્લ્ડ બનશે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે. પોતાના ભાષણના અંતમાં પીએમ મોદીએ કહ્યું કે જે રીતે લોકો ભોજન કર્યા પછી મીઠી વાનગીઓ ખાય છે, તે જ રીતે હું મારો પ્રવાસ તમને મળીને પૂરો કરી રહ્યો છુ.

PM Modi US visit

રોનાલ્ડ રીગન સેન્ટર ખાતે કોમ્યુનિટી ઈવેન્ટમાં પોતાના ભાષણની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે લોકોએ આ હોલમાં એક રીતે ભારતનો આખો મેપ બનાવ્યો છે. તમે દૂર દૂરથી અહીં આવ્યા છો. એવું લાગે છે કે 'મિની ઈન્ડિયા' ઉમટી આવ્યુ છે. અમેરિકામાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નું આટલું સુંદર ચિત્ર બતાવવા બદલ હું આપ સૌને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના પરસ્પર સંબંધોની નવી અને ગૌરવપૂર્ણ યાત્રા શરૂ થઈ છે. આ નવી યાત્રા વૈશ્વિક વ્યૂહાત્મક મુદ્દાઓ પર આપણા સંકલન વિશે છે. મેક ઈન ઈન્ડિયા-મેક ફૉર વર્લ્ડની આ નવી સફર આપણા સહયોગ વિશે છે. બંને દેશો એક મજબૂત દેશની દિશામાં આગળ વધી રહ્યા છે. ફાઈટર એન્જિન પ્લેન બનાવવાનો નિર્ણય ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ કરાર સાથે અમેરિકા પરસ્પર વિશ્વાસ પણ શેર કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે હું છેલ્લા 3 દિવસમાં સતત સાથે રહેવા માટે રાષ્ટ્રપતિ જો બાઈડેનનો આભારી છું. અમે ઘણા વિષયો પર નિખાલસ વાતચીત કરી. હું અનુભવથી કહું છું કે તે એક સ્થાયી, અનુભવી નેતા છે. હું જાહેરમાં તેમના પ્રયત્નોની પ્રશંસા કરું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ મુલાકાત દરમિયાન માઈક્રોન, ગૂગલ, એપ્લાઈડ મટીરિયલ્સ જેવી મોટી કંપનીઓએ પણ ભારતમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. માઇક્રોન સેમિકન્ડક્ટર સેક્ટરમાં $2.5 બિલિયનનું રોકાણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ભારતમાં ગૂગલનું AI રિસર્ચ સેન્ટર 100થી વધુ ભારતીય ભાષાઓ પર કામ કરશે. ભારત સરકારની મદદથી અહીં હ્યુસ્ટન યુનિવર્સિટીમાં તમિલ સ્ટડી ચેરની સ્થાપના કરવામાં આવશે. જેના કારણે તમિલ સંસ્કૃતિ અને વિશ્વની સૌથી જૂની તમિલ ભાષાનો પ્રભાવ વધશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુગલ ભારતમાં પણ તેનું ગ્લોબલ ફિનટેક સેન્ટર ખોલવા જઈ રહ્યું છે. એપ્લાઈડ મેટીરિયલ દ્વારા ભારતમાં સેમીકન્ડક્ટર ઈક્વિપમેન્ટ માટે $400 મિલિયનનું રોકાણ કરશે. આ ઉપરાંત બોઇંગે ભારતમાં $100 બિલિયનના રોકાણની જાહેરાત કરી છે. આ તમામ કરારો અને ઘોષણાઓ નોકરીઓનું સર્જન કરશે અને ઉચ્ચ તકનીકી ઉત્પાદન અને નવીનતાને પ્રોત્સાહિત કરશે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે છેલ્લા વર્ષોમાં ભારતમાં જે ડિજિટલ ક્રાંતિ આવી છે તે અભૂતપૂર્વ છે. ગામડાની દુકાનમાં પણ કેશલેસ પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં થઈ રહેલા આવા ફેરફારોના હું ઘણા ઉદાહરણો આપી શકું છું. હું જાણું છું કે ભારતની ક્ષમતા આજે સમગ્ર વિશ્વના વિકાસને કેવી દિશા આપી રહી છે તે જોઈને તમને ગર્વ થશે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે અમેરિકાએ ભારતની 100થી વધુ જૂની મૂર્તિઓ પરત કરવાનો નિર્ણય લીધો છે જે આપણી પાસેથી ચોરાઈ ગઈ હતી. આ માટે હું યુએસ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ભારત લોકશાહીની માતા છે અને અમેરિકા અદ્યતન લોકશાહીનું ચેમ્પિયન છે. વિશ્વ આજે બે મહાન લોકશાહી વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત થતા જોઈ રહ્યું છે. અમેરિકા આપણુ સૌથી મોટુ વેપારી ભાગીદાર અને નિકાસ સ્થળ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં શક્ય તેટલું રોકાણ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. પીએમ મોદીએ કહ્યું કે હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે H1B વિઝાનું નવીકરણ ફક્ત યુએસમાં જ થઈ શકશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X