પીએમ મોદી ખુલાસો કરે કે અમેરિકાથી 21 મિલિયન ડોલર લીધા છે કે નહીં, USAID મુ્દે કોંગ્રેસ આક્રમક

અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર નરેન્દ્ર મોદી સરકારને રોજ નવા તમાચા જડી રહી છે. ટ્રમ્પના એક પછી એક નિવેદનો નરેન્દ્ર મોદી સરકારની ખોખલી વિદેશનીતિની પોલ ખોલી રહી છે.

ટ્રમ્પના આવા જ એક નિવેદને ભારતમાં ભારે હંગામો મચાવ્યો છે. પોતાના વાહિયાત નિવેદનો માટે જાણીતા ટ્રમ્પે USAID ને લઈને કરેલા દાવાએ નરેન્દ્ર મોદી સરકાર પર ઘણા સવાલ ઉઠાવ્યા છે.

USAID

USAID ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતા પવન ખેડાએ શનિવારે બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું અને પૂછ્યું કે પીએમ મોદીએ જણાવવું જોઈએ કે તેમણે અમેરિકા પાસેથી 21 મિલિયન ડોલર લીધા કે નહીં?

તેમણે આગળ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે અમારા મિત્ર નરેન્દ્ર મોદીને 21 મિલિયન ડોલર આપ્યા છે. ભારતને મતદાર મતદાન વધારવા 21 મિલિયન ડોલર આપવામાં આવ્યા હતા. આ 21 મિલિયન ડોલર ક્યાં ગયા? શું આ પૈસાથી મતદાન વધ્યુ?

પવન ખેડાએ કહ્યું કે, ઈન્ડિયન એક્સપ્રેસે ખુલાસો કર્યો કે $21 મિલિયન ભારત નહીં પરંતુ બાંગ્લાદેશ ગયા. વોશિંગ્ટન પોસ્ટને તપાસમાં આવું કંઈ મળ્યું નથી. 2001-2024 વચ્ચે USAID એ ભારતને વાર્ષિક 113 કરોડ મોકલ્યા. જેમાંથી 44% મોદી સરકાર દરમિયાન આવ્યા હતા. કોંગ્રેસ સરકાર દરમિયાન લગભગ 40% આવ્યા. આ રકમનો ચોથો ભાગ છેલ્લા ચાર વર્ષમાં આવ્યો છે, સરકારે જણાવવું જોઈએ કે યુએસએઆઈડીના પૈસા કોને મળ્યા?

રાજનીતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનના આધારે કોંગ્રેસે પીએમ મોદીને ઘેર્યા અને ફરી એક વખત શ્વેતપત્રની માંગણી કરી કોંગ્રેસને પૂછ્યું કે, પીએમ જણાવે કે તેમણે અમેરિકાથી 21 મિલિયન ડોલર લીધા કે નહીં?

સરકારે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ અને જણાવવું જોઈએ કે છેલ્લા સિત્તેર વર્ષમાં યુએસએઆઈડીએ કઈ સંસ્થાઓને કેટલા પૈસા આપ્યા.

પવન ખેડાએ કહ્યું કે એક દિવસ ભાજપ રાહુલ ગાંધી અને કોંગ્રેસને ચીનના એજન્ટ કહે છે અને એક દિવસ તેઓને અમેરિકાના એજન્ટ કહે છે! બંને એજન્ટ કેવી રીતે હોઈ શકે? સત્ય એ છે કે પીએમ મોદી ચીન અને અમેરિકા બંનેથી ડરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X