'વંદે માતરમ'ના 150 વર્ષ: આ ગીત આત્મવિશ્વાસ વધારે છે, બોલ્યા PM નરેન્દ્ર મોદી
PMએ દિલ્હીમાં ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કો બહાર પાડીને રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો કરાવ્યો પ્રારંભ.

150 Years of Vande Mataram: PM નરેન્દ્ર મોદીએ આજે વંદે માતરમ ગીતની રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં PM મોદીએ ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો હતો.
આત્મવિશ્વાસથી ભરી દેનારું ગીત: PM મોદી
આ પ્રસંગે સંબોધન કરતાં PM નરેન્દ્ર મોદીએ વંદે માતરમના મહત્ત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આ ગીત માત્ર શબ્દ નહીં, પરંતુ એક સંકલ્પ છે.
- PM મોદીએ કહ્યું, "એવો કોઈ સંકલ્પ નથી જેનાથી સિદ્ધિ ન થઈ શકે. એવું કોઈ લક્ષ્ય નથી જેને ભારત પૂરું ન કરી શકે. વંદે માતરમ એટલે સંકલ્પોની સિદ્ધિ."
- તેમણે ઉમેર્યું, "વંદે માતરમ મા ભારતીની આરાધના છે. આ ગીત આપણને આત્મવિશ્વાસથી ભરી દે છે. વંદે માતરમ ભવિષ્યને તાકાત આપે છે અને મા ભારતીની સેવા છે."
જ્યારે બંકિમચંદ્ર ચેટરજીએ આહ્વાન કર્યું
PM મોદીએ વંદે માતરમની રચનાના સમયને યાદ કર્યો. તેમણે જણાવ્યું કે જ્યારે બંકિમજીએ આ ગીતની રચના કરી, ત્યારે ભારત તેના સુવર્ણકાળથી દૂર ચાલી ગયો હતો.
- તેમણે કહ્યું, "અંગ્રેજોની શોષણકારી નીતિઓને કારણે આપણો દેશ ગરીબી અને ભૂખમરામાં સપડાઈ રહ્યો હતો."
- PM મોદીએ કહ્યું કે આવી ખરાબ સ્થિતિમાં પણ બંકિમજીને વિશ્વાસ હતો કે મુશ્કેલીઓ ગમે તેટલી હોય, ભારત તેના સ્વર્ણિમ સમયને પુનર્જીવિત કરી શકે છે. આ જ વિશ્વાસ સાથે તેમણે સમૃદ્ધ ભારતનું આહ્વાન કરતું 'વંદે માતરમ' ગીત દેશને આપ્યું.
#WATCH | Delhi | At the event commemoration 150 years of National Song 'Vande Mataram' PM Modi says, "... Today, November 7, is a historic day. We are having a grand celebration of 150 years of the creation of Vande Mataram... This event will generate new energy among crores of… pic.twitter.com/Yf4U4drrvh
— ANI (@ANI) November 7, 2025
આઝાદીની લડતમાં દરેકના મુખે વંદે માતરમ
PMએ આ ગીતનો આઝાદીની લડતમાં રહેલો રોલ સમજાવ્યો.
- તેમણે કહ્યું કે આઝાદીની લડાઈનો ભાગ્યે જ કોઈ એવો અધ્યાય હશે, જ્યાં વંદે માતરમ કોઈને કોઈ રીતે જોડાયેલું ન હોય.
- 1905માં બંગાળના વિભાજન દરમિયાન વંદે માતરમ અંગ્રેજોના મનસૂબા સામે પથ્થર બનીને ઊભું રહ્યું.
- તેમણે વીર સાવરકર, શહીદો અને આંદોલનકારીઓને યાદ કરીને કહ્યું કે ફાંસીના માંચડે પણ શહીદોના મુખે વંદે માતરમ જ હતું.
- PM મોદીએ ભારપૂર્વક કહ્યું કે આટલા મોટા દેશમાં, જ્યાં અલગ-અલગ પ્રાંત અને ભાષા બોલતા લોકો છે, ત્યાં જે ગીત કે નારો દરેકના મોઢે હતો, તે વંદે માતરમ જ હતું.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
