For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ જોઈ છે ફિલ્મ ‘પા', આ સાંભળી અમિતાભ બચ્ચનનું આ હતુ રિએક્શન

એક વાર જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે અમિતાભ બચ્ચન આવ્યા હતા, તેમણે મને નિવેદન કર્યુ હતુ કે હું તેમની ફિલ્મ ‘પા’ જોઉ.

|
Google Oneindia Gujarati News

હિંદી સિનેમાના ખેલાડી અક્ષય કુમારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ લઈ સૌને ચોંકાવી દીધા. સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ આ ઈન્ટરવ્યુની તેમજ રાજકીય ગલીઓ અને ટીવી ડિબેટમાં પણ છવાયેલો રહ્યો. આ ઈન્ટરવ્યુ સંપૂર્ણપણે બિનરાજકીય હતો, જેમાં પીએમ મોદીએ પોતાના પર્સનલ જીવન વિશે ખુલીને વાત કરી. આ દરમિયાન પીએમે પોતાની પસંદ વિશે પણ જણાવ્યુ અને કહ્યુ કે તે પણ સામાન્ય લોકોની જેમ ક્યારેક ફિલ્મો જોયા કરતા હતા પરંતુ હવે તેમને સમય નથી મળી શકતો.

આ પણ વાંચોઃ લગ્ન પહેલા લિવ ઈનમાં હતા રોહિત-અપૂર્વા, 18 દિવસ બાદ જ અલગ રૂમમાં સૂવા લાગ્યા બંનેઆ પણ વાંચોઃ લગ્ન પહેલા લિવ ઈનમાં હતા રોહિત-અપૂર્વા, 18 દિવસ બાદ જ અલગ રૂમમાં સૂવા લાગ્યા બંને

પીએમ મોદીએ જોઈ છે ફિલ્મ ‘પા'

પીએમ મોદીએ જોઈ છે ફિલ્મ ‘પા'

વાસ્તવમાં અભિનેતા અક્ષય કુમારે દેશના પ્રધાનમંત્રીને પૂછ્યુ હતુ કે શું તમે ફિલ્મો જુઓ છો? તમે છેલ્લે કઈ ફિલ્મ જોઈ હતી? મોદીએ જણાવ્યુ, તેમને ફિલ્મો જોવાનો વધુ સમય નથી મળી શકતો. એક વાર જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે અમિતાભ બચ્ચન આવ્યા હતા, તેમણે મને નિવેદન કર્યુ હતુ કે હું તેમની ફિલ્મ ‘પા' જોઉ. ‘અ વેડનસડે' પણ જોઈ છે પીએમે આવુ જ એક વાર અનુપમ ખેર સાથે પણ થયુ હતુ જેમણે આતંકવાદ પર એક ફિલ્મ બનાવી હતી. ‘અ વેડનસડે' હું તેમના સાથે તે ફિલ્મ જોવા ગયો હતો પરંતુ મને હવે સમય નથી મળતો.

પીએમની વાત સાંભળી અમિતાભે કર્યુ આ ટ્વીટ

મોદીના આ નિવેદન પર સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું પણ રિએક્શન આવ્યુ છે. તેમણે આ વિશે ટ્વીટ કર્યુ છે કે અસાધારણ, પહેલો અનુભવ, પીએમ મોદીનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર અક્ષય કુમારે ઈન્ટરવ્યુ લીધો, સમ્માન, સાદર.

પીએમ મોદીને પસંદ છે આ બંને ગીતો

આ ઈન્ટરવ્યુ દરમિયાન પીએમે એ પણ જણાવ્યુ કે તેમને જૂના ગીતો ખૂબ પસંદ છે. તેમના બે ફેટરિટ ફિલ્મી ગીત છે. જે તે ક્યારેક પહેલા સાંભળ્યા કરતા હતા. આ ગીત છે જ્યોતિ કલશ છલકે... અને ઓ પવન વેગ સે ઉડનેવાલે ઘોડે... છે. પીએમને જૂની ફિલ્મોના ગીતો પસંદ છે. તમને જણાવી દઈએ કે જ્યોતિ કલશ છલકે... ગીત વર્ષ 1961માં આવેલી ફિલ્મ ‘ભાભીજી કી ચૂડિયાં'નું ગીત છે જેને સુધીર ફડકે અને લતા મંગેશકરે ગાયુ હતુ, જ્યારે ઓ પવન વેગ સે.. ગીત વર્ષ 1961માં જ પ્રદર્શિત થયેલી ફિલ્મ ચિત્તોડનું ગીત છે જેને લતા મંગેશકરે જ ગાયુ છે.

પીએમ મોદીએ ખોલ્યા હેલ્થના રાઝ

તમને જણાવી દઈએ કે આ ઈન્ટરવ્યુ દરમિયાન પીએમ મોદીએ પોતાની હેલ્થ સાથે જોડાયેલ સિક્રેટ પણ જણાવ્યા. તેમણે કહ્યુ કે શરદી થવા પર સાદા પાણીની જગ્યાએ ગરમ પાણી પીવે છે. આ દરમિયાન 24-48 કલાક સુધી પાણી સિવાય કંઈ ખાતા નથી, ફાસ્ટિંગ કરે છે. સરસિયાના તેલને થોડુ ગરમ કરીને રાતે નાકમાં 2-3 ટીંપા નાખે છે. થોડી બળતરા થાય છે પરંતુ શરદી મટી જાય છે. તેમણે યોગ ને મહાશક્તિ ગણાવ્યા અને એ પણ કહ્યુ કે તે ત્વચાને શુષ્ક થતી બચાવવા માટે પોતાની યુવાવસ્થામાં એરંડિયાનું તેલ લગાવતા હતા તે પણ ક્યારેક ક્યારેક.

એએનઆઈના સહયોગથી થયો ઈન્ટરવ્યુનું પ્રસારણ

તમને જણાવી દઈએ કે હિંદી સિનેમાના સુપર સ્ટાર અક્ષય કુમારે નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ લીધો. જેનું પ્રસારણ બુધવારે સવારે 9 વાગે ટીવી ચેનલો પર એએનઆઈના સહયોગથી કરવામાં આવ્યુ હતુ. આ પહેલી વાર છે જ્યારે પીએમ મોદીનો ઈન્ટરવ્યુ કોઈ પત્રકારે નહિ પરંતુ ફિલ્મ અભિનેતાએ લીધો.

English summary
PM Modi: When Amitabh Bachchan came to meet me when I was the CM, he asked me to watch 'Pa'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X