• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માત્ર થોડા સમય માટે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે

|

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે પહેલીવાર દેશને સંબોધિત કરશે. માનવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદી આજે જમ્મુ કાશ્મીર વિશે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય વિશે વિસ્તારથી માહિતી આપશે. જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કરીને જમ્મુ અને કાશ્મીરથી લદ્દાખ અલગ કરી બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવાનો પ્રસ્તાવ રાજ્યસભા અને લોકસભામાં પાસ થઈ ગયો છે. આ મામલે મોટાભાગના પક્ષોએ મોદી સરકારનો સાથ આપ્યો હતો પરંતુ હંમેશાની જેમ કોંગ્રેસે મોદી સરકારના આ પગલાનો પણ ભારે વિરોધ કર્યો હતો. ત્યારે પોતાના સંબોધનમાં પીએમ મોદી કોંગ્રેસને પણ નિશાન લઈ શકે છે. અગાઉ પીએમ મોદીએ છેલ્લે લોકસભા ચૂંટણી પહેલા જ્યારે ઈસરોએ એન્ટી સેટેલાઈટ મિસાઈલનું સફળ લૉન્ચ કર્યું ત્યારે 27મી માર્ચે પીએમ મોદીએ દેશને સંબોધ્યો હતો. પીએમ મોદીના સંબોધનની દરેક અપડેટ મેળવવા માટે વન ઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો..

pm modi

ભારતમાં ખાણી-પીણીની વસ્તુઓ ક્યારેય સસ્તી નહિ થાયઃ સંયુક્ત રાષ્ટ્ર

Newest First Oldest First
8:40 PM, 8 Aug
આપણે બછા ઈચીછીએ છીએ કે આગામી સમયમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થાય, નવી સરકાર બને, મુખ્યમંત્રી બને. હું જમ્મુ-કાશ્મીરના લોકોને ભરોસો આપું છું કે તમને બહુ ઈમાનદારી સાથે સંપૂર્ણ પારદર્શી વાતાવરણમાં તમારા પ્રતિનિધિ ચૂંટવાનો અવસર મળશેઃ મોદી
8:30 PM, 8 Aug
કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ હવે લદ્દાખના લોકોનો વિકાસ કેન્દ્ર સરકારની જવાબદારી બને છેઃ મોદી
8:27 PM, 8 Aug
નવી સ્પોર્ટ્સ એકેડમી, નવા સ્ટેડિયમ કાશ્મીરના યુવાનોને પોતાનું ટેલેન્ટ દુનિયાને દેખાડવામાં મદદ કરશેઃ મોદી
8:27 PM, 8 Aug
ટેક્નોલોજીનો જેટલો વધુ વિસ્તાર થશે તેટલું જ જમ્મુ-કાશ્મીરના ભાઈઓ-બહેનોનું જીવન સુધરશેઃ મોદી
8:26 PM, 8 Aug
જમ્મુ-કાશ્મીરમાં ટેક્નોલોજીનો વિસ્તાર કઈ રીતે કરી શકાય તેના પર તમારી નીતિઓને ફોકસમાં રાખોઃ મોદી
8:26 PM, 8 Aug
ફિલ્મ શૂટિંગ જમ્મુ-કાશ્મીરમાં થાય તો ત્યાંના લોકોને રોજગારીમાં પણ વધારો થશેઃ મોદી
8:25 PM, 8 Aug
હવે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય હશે તો દેશ જ નહિ, દુનિયાભરના લોકો ત્યાં ફિલ્મ શૂટિંગ કરવા આવશેઃ મોદી
8:24 PM, 8 Aug
જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સુધરી ન જાય ત્યાં સુધી જ કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે, પરંતુ લદ્દાખ હંમેશા માટે કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશેઃ મોદી
8:23 PM, 8 Aug
આ એ લોકો છે જે ભાગલા બાદ પાકિસ્તાનથી ભારત આવ્યા. શું આ લોકો સાથે આવી રીતે જ અન્યાય ચાલતો રહેશેઃ મોદી
8:19 PM, 8 Aug
આ નવી વ્યવસ્થાથી આપણી બધા મળીને આતંકવાદથી જમ્મુ-કાશ્મીરને મુક્ત કરાવીશુંઃ મોદી
8:18 PM, 8 Aug
અમે જમ્મુ-કાશ્મીર પ્રશાસનમાં એક નવી કાર્યસંસ્કૃતિ લાવવા, પારદર્શિતા લાવવાનો પ્રયાસ કર્યો છે, જેના જ પરિણામસ્વરૂપ IIT, IIM, એમ્સ હોય, તમામ ઈરિગેશન પ્રોજેક્ટ્સ હોય, પાવર પ્રોજેક્ટ્સ હોય, અથવા તો એન્ટી કરપ્શન બ્યૂરો હોય, આ બધાના કામમાં તેજી આવી છેઃ પીએમ મોદી
8:15 PM, 8 Aug
નવી વ્યવસ્થામાં કેન્દ્ર સરકારની પ્રાથમિકતા રહેશે કે રાજ્યના કર્મચારીઓને જમ્મુ-કાશ્મીર પોલીસને, બીજા કેન્દ્ર શાસિત પ્રદેશના કર્મચારીઓ અને ત્યાંની પોલીસ બરાબર સુવિધા મળેઃ પીએમ
8:13 PM, 8 Aug
જમ્મુ અને કાશ્મીરના સ્થાનિક યુવાનો માટે રોજગારના નવા અવસર ઉપલબ્ધ કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશેઃ મોદી
8:11 PM, 8 Aug
જે સપનું સરદાર પટેલું હતું, બાબા સાહેબ આંબેડકરનું હતું, ડૉક્ટર શઅયામા પ્રસાદ મુખરજીનું હતું, અટલ જી અને કરોડો દેશભક્તોનું હતું તે હવે પૂરું થયુંઃ પીએમ મોદી
8:08 PM, 8 Aug
દેશને સંબોધી રહ્યા છે પીએમ મોદી, કહ્યું- એક રાષ્ટ્ર તરીકે, એક પરિવાર તરીકે, તમે, અમે અને આખા દેશે એક ઐતિહાસિક ફેસલો લીધો છે. એક એવી વ્યવસ્થા જેને કારણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના આપણા ભાઈ-બહેન અનેક અધિકારોથી વંચિત હતા, જે તેમના વિકાસમાં રસ્તાનો રોળો હતી, તે હવે દૂર થશે.
5:26 PM, 8 Aug
મોદી સરકારના આ ઐતિહાસિક નિર્ણય બાદ પીએમ મોદી આજે પહેલી વખત દેશજનોને સંબોધિત કરશે.
5:26 PM, 8 Aug
આર્ટિકલ 370 હટાવવાની સાથે જ મોદી સરકારે રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ 1- જમ્મુ અને કાશ્મીર તથા 2- લદ્દાખ બનાવવાનો રસ્તો પણ સાફ કરી દીધો.
5:25 PM, 8 Aug
મંગળવારે સંસદના બંને ગૃહે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370ને ખતમ કરવાના પ્રસ્તાવને પાસ કરી દીધો.

English summary
PM modi will address the nation today at 8 PM, get live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X