આજે સવારે 9 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે પીએમ મોદી, કોરોના કાળમાં 11મી વાર વાત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 9 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે. પીએમઓ તરફથી આ માહિતી આપવામાં આવી છે.

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 9 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે. પીએમઓ તરફથી આ માહિતી આપવામાં આવી છે. કોરોના કાળમાં પીએમ મોદીનુ આ 11મુ સંબોધન છે. પીએમ મોદી આજે ત્રણ દિવસ માટે યુપીના પ્રવાસ માટે પણ રવાના થવાના છે. પીએમઓ તરફથી ટ્વિટ કરીને જણાવવામાં આવ્યુ છે કે આજે ગુરુ નાનકજીનુ પ્રકાશ પર્વ છે. આજે પીએમ મોદી સિંચાઈ પરિયોજનાઓનુ લોકાર્પણ કરવા માટે યુપીના મહોબામાં જશે. પછી સાંજે તે ઝાંસીમાં રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વમાં જોડાશે અને જતા પહેલા તે સવાર 9 વાગે રાષ્ટ્રના નામે સંદેશ આપશે.

PM Modi

PM મોદીના યુપી પ્રવાસના પહેલા દિવસનો કાર્યક્રમ

પીએમ મોદી ત્રણ દિવસના યુપી પ્રવાસના પહેલા દિવસે એટકે કે આજે(19 નવેમ્બર) બુંદેલખંડના મહોબા અને ઝાંસી જશે.
પીએમ મોદી બપોરે 2.15 વાગે મહોબા પહોંચશે અને અર્જૂન સહાયક પરિયોજનાઓ સહિત ઘણી ભેટ આપશે.
અર્જૂન સહાયક પરિયોજનાના ઉદઘાટના બાદ પીએમ મોદી જનસભાને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી મોદી બપોરે 3.45 વાગે મહોબાના ઝાંસી માટે રવાના થશે.
પીએમ મોદી સાંજે 4.45 વાગે ઝાંસી પહોંચશે.
પીએમ મોદી ઝાંસીની રાની લક્ષ્મીબાઈની જયંતિના પ્રસંગે ઝાંસીના કિલ્લામાં હાજર રહેશે અને કિલ્લામાં લાઈટ અને સાઉન્ડ શો પણ જોશે.
ઝાંસીમાં પીએમ મોદી મોડી સાંજે એક જનસભાને પણ સંબોધિત કરશે.
19 નવેમ્બરની રાતે પીએમ મોદી યુપીની રાજધાની લખનઉમાં રોકાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X