Namaste Trump: ટ્રમ્પ સાથે PM મોદી નહિ જાય તાજમહેલ જોવા આગ્રા, જાણો કારણ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા 24 ફેબ્રુઆરી એટલે કે સોમવારે ભારત આવી રહ્યા છે. બંનેનો આ પહેલો ભારત પ્રવાસ છે અને આ દરમિયાન તે અમદાવાદ, આગ્રા અને દિલ્લી જશે. વિદેશ મંત્રાલય તરફથી ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આગ્રા પ્રવાસની અધિકૃત પુષ્ટિ કરવામાં આવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 12 લોકોનુ પ્રતિનિધિમંડળ ભારત આવશે. શનિવારે વિદેશ મંત્રાલય તરફથી આ અંગેની પુષ્ટિ કરવામાં આવી છે. સરકાર તરફથી તરફથી એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે જ્યારે ટ્રમ્પ આગ્રા જશે તો તેમની સાથે સરકારનો કોઈ પણ અધિકારી નહિ હોય.
સરકારના કોઈ અધિકારી પણ નહિ હોય હાજર
સરકાર સાથે જોડાયેલા સૂત્રો તરફથી શનિવારે કહેવામાં આવ્યુ છે કે એવા મીડિયા રિપોર્ટ્સ પર ધ્યાન ગયુ છે કે જેમાં આગ્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હોવાની વાત કહેવામાં આવી રહી છે. આગ્રા જઈને તાજમહેલ જોવો અમેરિકી રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડીનો નિર્ણય છે. તે ઐતિહાસિક સ્મારકના દીદારનો મોકો ગુમાવવા નથી માંગતા. એવામાં તેમના આગ્રા કાર્યક્રમ પ્રવાસ પર ન તો અધિકૃત કાર્યક્રમ થશે અને ના ભારત સરકાર તરફથી કોઈ સીનિયર અધિકારી હાજર રહેશે. ટ્રમ્પ સાથે 12 લોકોનુ જે પ્રતિનિધિમંડળ સાથે રહેશે તેમાં ભારતમાં અમેરિકી રાજદૂત કેનેથજેસ્ટર ઉપરાંત નાણામંત્રી વિલબુર રૉસ, ઉર્જા વિભાગનાપ્રમુખ ડેન બ્રોયુઈલેટ્ટે અને રાષ્ટ્રપતિના સહાયક મિલ મુલવાનેહશે. આ ઉપરાંત ફર્સ્ટ લેડીના વીફ ઑફ સ્ટાફ રૉબર્ટ બ્લેયર, રાષ્ટ્રપતિના સહાયક અને ઈન્ટરનેશનલ ટેલીકમ્યુનિકેશન પૉલિસીના વિશેષ પ્રતિનિધિ અને ચીફ ઑફ સ્ટાફના સીનિયર એડવાઈઝર પણ શામેલ થશે.
ધર્મની આઝાદી પર થશે ચર્ચા
શુક્રવારે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ તરફથઈ જણાવવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ દરમિયાન જ્યાં વેપાર અંગેની ચિંતાઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે તો ધાર્મિક આઝાદી પર પણ વાતચીત થશે. અધિકારીઓની માનીએ તો ટ્રમ્પ ભારત પ્રવાસ પર વેપારમાં હાજર બાધાઓ ઉપરાંત ટેરિફનો ઉલ્લેખ તો કરશે. પરંતુ અમેરિકા સાથે કોઈ ડીલ અંગેની ઘોષણાનો બધો આધાર ભારત પર હશે. અધિકારીઓએ જણાવ્યુ કે ટ્રમ્પ ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી તરફથી ચલાવાયેલ 'મેક ઈન ઈન્ડિયા' પ્રોગ્રામને ધ્યાનમાં રાખીને વાત કરશે. ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓની માનીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ અંગેની ભલામણ તેમને કરી શકે છે કે ભારતમાં લઘુમતીઓને સમાન અધિકાર આપવામાં આવે. આ સાથે જ તે પાકિસ્તાન સાથે બધા મતભેદો દૂર કરવાની અપીલ પણ પીએમ મોદીને કરી શકે છે. તે પીએમ મોદીને એમ પણ કહી શકે છે કે દ્વિપક્ષીય વાતચીત દ્વારા ભારત-પાક પરસ્પર મતભેદો દૂર કરે.
આ પણ વાંચોઃ નમસ્તે ટ્રમ્પઃ ટ્રમ્પ જે હોટલમાં રોકાશે, તેના રૂમનુ ભાડુ જાણીને ચોંકી જશો તમે