For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસઃ આજે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થશે જી-20 દેશોની બેઠક, PM મોદી ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જી-20 દેશોની વર્ચુઅલ બેઠકમાં ભાગ લેશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જી-20 દેશોની વર્ચુઅલ બેઠકમાં ભાગ લેશે. આ બેઠક કોરોના વાયરસ(કોવિડ-19) સામે લડી રહેલી દુનિયાને બચાવવા માટે આયોજિત કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણના કારણે સંમેલન વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થઈ રહ્યુ છે. એટલા માટે જી-20 વર્ચુઅલ સમિટ નામ આપવામાં આવ્યુ છે. આ વખતે જી-20 સંમેલનના આયોજની જવાબદારી સાઉદી અરબ પાસે છે. સાઉદી અરબના સુલતાન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ જી-20 દેશોની ઈમરજન્સી શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે.

pm modi

આ બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ટ્વિટ કરીને કહ્યુ, 'કોવિડ-19 મહામારીનો સામનો કરવામાં જી-2 એક મહત્વની ભૂમિકા નિભાવવાના છે.' બેઠકમાં પ્રધાનમંત્રી સહિત દુનિયાના અન્ય મોટા નેતા પણ શામેલ થશે. આ બેઠકમાં બધા નેતા કોરોના વાયરસ મહામારીથી નિપટવાના ઉપાયો પર ચર્ચા કરશે. આ વાયરસના કારણે આખી દુનિયામાં અત્યાર સુધી 19 હજાર લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 4,22,900 લોકો આનાથી સંક્રમિત છે. આ સાથે જ આખી દુનિયાનો વેપાર પણ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.

તમને જણાવી દઈએ કે બેઠકમાં ઈટલી, સ્પેન, જૉર્ડન, સિંગાપુર અને સ્વિત્ઝરલેન્ડ જેવા કોરોના વાયરસથી પ્રભાવિત દેશોના પ્રતિનિધ પણ શામેલ થશે. જી-20માં ભારત ઉપરાંત આર્જેન્ટીના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનાડા, ચીન, જર્મની, ફ્રાંસ, ઈન્ડોનેશિયા, ઈટલી, જાપાન, મેક્સિકો, રુસ, સઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, બ્રિટન અને અમેરિકા શામેલ છે. માનવામાં આવી રહ્યુ છે કે જી-20 દેશ આ દરમિયાન કોરોના સામે લડવા માટે એક એક્શન પ્લાન બનાવશે.

સૂત્રો અનુસાર આ વીડિયો કૉન્ફરન્સિંગ ગુરુવારે સાંજે 5.30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી થઈ શકે છે. આ વાયરસથી દુનિયાના 172 દેશ પ્રભાવિત છે. પરંતુ એક રાહતની વાત એ પણ છે કે દુનિયાભરમાં 1 લાખ 11 હજાર લોકોનો ઈલાજ પણ થઈ ચૂક્યો છે. વળી, ભારતની વાત કરીએ તો અહીં હજુ સુધી કોરોના વાયરસથી 10 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 606 સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત ભારતમાં જો બિમારીથી ઠીક થનારા લોકોની વાત કરીએ તો અત્યાર સુધી માત્ર 43 લોકો ઠીક થઈ શક્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતથી પગપાળા રાજસ્થાન જવા મજબૂર થયા સેંકડો મજૂરઆ પણ વાંચોઃ ગુજરાતથી પગપાળા રાજસ્થાન જવા મજબૂર થયા સેંકડો મજૂર

English summary
pm modi will participate in g20 virtual summit on march 26 over coronavirus fear
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X