PM Modi:આજે ગોરખપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આ કાર્યક્રમમાં લેશે ભાગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે ઉત્તરપ્રદેશના ગોરખપુરનો પ્રવાસ કરશે. પીએમ મોદી અંહિયા અનેક કાર્યક્રમોમા હાજરી આપશે. આ સાથે પુર્વાંચલવાસિઓને ઘણી નવી ભેટ સૌગાદો પણ આવશે. તેમની આ યાત્રા ગોરખપુરના વિકાસને એક નવી ગતી પ્રદાન કરશે. સીએમ તેમના આગમની તૈયારીની નિરીક્ષણ કરવા માટે ગુરુવારે આવી પહોચ્યા હતા. સીએમ સાથે પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ તેમનુ સ્વાગત માટે ગોરખપુર હાજર રહેશે.

પ્રધાનમંત્રી ગીતા પ્રેસ શતાબ્દી સમાપન સમારોહમાં ભાગ લેશે. ગીતા પ્રેસના સૌ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર દેશના પ્રધાનમંત્રી અંહિયા આવશે. પીએમ મોદી ગીતા પ્રેસમાં લીલા ચિત્ર મંદિરનુ અવલોકન કરશે. સાથે જ તેમના હાથે શિવ મહાપુરાણના આર્ટ પેપર પર પ્રકાશિત રંગીન ચિત્રમય વિશિષ્ટ અંકનુ વિમોચન પણ કરશે. પ્રધાનમંત્રી ઉપસ્થિત વિષિષ્ટ અતિથિઓ ગીતાનું મહત્વ જણાવશે.
પીએમ મોદી ગીતા પ્રેસના કાર્યક્રમ બાદ ગોરખપુર સ્ટેશન પહોચશે. જ્યાં તે પ્રદેશવાસીઓના સેમી હાઇ સ્પીડ ટ્રેન વંદે ભારતની ટ્રેનની સૌગાદ આપશે. ટ્રેનને લીલી ઝડી દેખાડી પ્રસ્થાન કરાવશે
પીએમ મોદી વંદે ભારત ટ્રેનની સાથે જ ગોરખપુર જંક્શનના પુનર્વિકાસની આધારશિલા રાખશે. આ પરિયોજના 693 કરોડ રૂપિયામાં બની છે.












Click it and Unblock the Notifications
