પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત લેશે PM મોદી, જાણો શિડ્યુલ
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ઓગસ્ટ 2024ના રોજ પોલેન્ડની મુલાકાત લેશે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, છેલ્લા 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાન દ્વારા પોલેન્ડની આ પ્રથમ મુલાકાત હશે.
વડાપ્રધાન મોદીનું વોર્સોમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ રાષ્ટ્રપતિ એચઇ એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડા અને વડાપ્રધાન એચઈ ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.
જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન જશે. 1992માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના બાદ ભારતીય વડાપ્રધાન દ્વારા યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે.

કિવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય, વેપાર, આર્થિક, રોકાણ, શિક્ષણ, સાંસ્કૃતિક સાથે જોડાયેલા લોકો વચ્ચેના આદાનપ્રદાન, માનવતાવાદી સહાય અને અન્ય સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓને સ્પર્શશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સહિત ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે. વડાપ્રધાન મોદીની યુક્રેનની સીમાચિહ્ન મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ એકીકૃત અને વિસ્તરણમાં મદદ કરશે.












Click it and Unblock the Notifications
