PM મોદીએ કરી મનમોહન સિંહના જલ્દી ઠીક થવાની કામના, એઈમ્સ પહોંચ્યા કેન્દ્રીય આરોગ્ય મંત્રી
વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને મનમોહન સિંહના જલ્દી ઠીક થવાની કામના કરી છે.
નવી દિલ્લીઃ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. મનમોહન સિંહને શ્વાસ લેવામાં તકલીફ સાથે દિલ્લીની એઈમ્સ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ દરમિયાન ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પૂર્વ પીએમના ખબર પૂછવા એઈમ્સ પહોંચ્યા છે. વળી, વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને મનમોહન સિંહના જલ્દી ઠીક થવાની કામના કરી છે.પીએમ મોદીએ લખ્યુ, 'હું ડૉ. મનમોહન સિંહના સારા સ્વાસ્થ્ય અને તેમના જલ્દી ઠીક થવાની કામના કરુ છુ.' પૂર્વ પીએમ મનમોહન સિંહને બુધવારે સાંજે દિલ્લી સ્થિત એઈમ્સ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં હાલમાં તેમની હાલત સ્થિર છે.

તમને જણાવી દઈએ કે 89 વર્ષીય ડૉ. મનમોહન સિંહને શ્વાસ લેવામાં મુશ્કેલી અને ચેસ્ટ કંજેક્શનની તકલીફો સાથે હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. એઈમ્સના ન્યૂરોના ડૉક્ટર અચલ શ્રીવાસ્તવ અને હ્રદયના ડૉક્ટર નીતિશ નાયક તેમનો ઈલાજ કરી રહ્યા છે. મનમોહન સિંહને શુગરની પણ બિમારી છે. આ વર્ષે 19 એપ્રિલે તે કોરોના સંક્રમિત પણ થઈ ગયા હતા. કોવિડ પૉઝિટિવ થયા બાદ તેમને એઈમ્સના ટ્રૉમા સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 29 એપ્રિલે પૂર્વ પીએમને રજા આપી દેવામાં આવી હતી.
એઈમ્સ તરફથી મોડી રાતે જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તાવની તપાસ માટે દિલ્લીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થામાં ભરતી પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહની હાલત સ્થિર છે. ડૉક્ટરોનુ એક ગ્રુપ તેમનુ નિરીક્ષણ કરી રહ્યુ છે. મનમોહન સિંહની તબિયત વિશે માહિતી આપીને કોંગ્રેસના નેતા પ્રણવ સિંહે જણાવ્યુ છે કે મનમોહન સિંહજીના સ્વાસ્થ્ય વિશેની અફવાઓ પર ધ્યાન ન આપો, તેમની હાલત સ્થિર છે. તેમણે બસ રૂટીન ચેકઅપ માટે ભરતી કરવામાં આવ્યા છે. અમે જરૂરિયાત મુજબ કોઈ પણ અપડેટ શેર કરીશુ. અમે મીડિયામાં પોતાના દોસ્તોને તેમની ચિંતા માટે આભાર માનીએ છીએ.
PM Narendra Modi tweets," I pray for the good health and speedy recovery of Dr. Manmohan Singh Ji". pic.twitter.com/Xa1ZzCDNHW
— ANI (@ANI) October 14, 2021












Click it and Unblock the Notifications
