For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી આજે વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારંભમાં થશે શામેલ, વર્ચ્યુઅલી કરશે સંબોધિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શુક્રવાર(19 ફેબ્રુઆરી)એ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલયના દીક્ષાંત સમારંભને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

PM Narendra Modi address convocation of Visva-Bharati University: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શુક્રવાર(19 ફેબ્રુઆરી)એ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલયના દીક્ષાંત સમારંભને સંબોધિત કરશે. આ દીક્ષાંત સમારંભમાં પીએમ મોદી સવારે 11 વાગે ભાગ લેશે. પ્રધાનમંત્રી કાર્યાલય(PMO)ના જણાવ્યા મુજબ પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારંભમાં પશ્ચિમ બંગાળના ગવર્નર અને વિશ્વભારતીના રેક્ટર જગદીપ ધનખડ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશન પોખરિયાલ નિશંક પણ હાજર રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સંજય ધોત્રે પણ હાજર રહેશે. દીક્ષાંત સમારંભમાં કુલ 2535 છાત્ર-છાત્રાઓ પોતાની ડિગ્રી લેશે.

pm modi

પીએમ નરેન્દ્ર મોદીએ વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારંભ વિશે ટ્વિટ કરીને કહ્યુ હતુ, 'વિશ્વ ભારતી શીખવા માટેનુ એક ખૂબ જ કિંમતી કેન્દ્ર છે. તે મહાન ગુરુદેવ ટાગોરના આદર્શો સાથે નજીકથી જોડાયેલુ છે. જેમણે ત્યાં અધ્યયન કર્યુ છે તેમણે ઘણા ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. કાલે 19 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે, વિશ્વ ભારતીના દીક્ષાંત સમારંભને સંબોધિત કરીશ.'

વિશ્વભારતી વિશ્વવિદ્યાલયે પોતાના એક અધિકૃત નિવેદનમાં કહ્યુ છે કે દીક્ષાંત સમારંભ શાંતિ નિકેતન પરિસરના આમરા કુંજમાં સવારે 9.30 વાગે શરૂ થશે. જ્યાં છાત્રોની ઉપસ્થિતિ સીમિત સંખ્યામાં થશે. બંગાળમાં બીરભૂમ જિલ્લાના શાંતિ નિકેતન સ્થિત વિશ્વભારતી વિશ્વવિદ્યાલય સન 1921માં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. આ દેશનુ સૌથી જૂનુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ પણ છે.

વિશ્વભારતીને 1951માં કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય અને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેનુ મહત્વ મળ્યુ હતુ. આ એકમાત્ર કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે જેના કુલાધિપતિ દેશના પ્રધાનમંત્રી હોય છે. પીએમ નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં થનારી ચૂંટણી માટે 22 ફેબ્રુઆરીએ બંગાળ જઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી નોઆપાડાથી દક્ષિણેશ્વર રેલવે સ્ટેશન સુધી મેટ્રો સેવાનો શુભારંભ કરશે. આ ઉપરાંત હુગલી જિલ્લીમાં જનસભાને પણ સંબોધિત કરશે.

Petrol Diesel: 11માં દિવસે પણ સતત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ Petrol Diesel: 11માં દિવસે પણ સતત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

English summary
PM Narendra Modi address convocation of Visva-Bharati University today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X