'UPA સરકારના કાર્યકાળમાં 8 વાર GDP 5.7%થી નીચે ગયો હતો'

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંપની સેક્રેટરિઝ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. અહીં તેમણે જીએસટી, નોટબંધી જેવા મહત્વના મુદ્દાઓ અંગે પણ વાત કરી હતી. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રની મોદી સરકારની જીએસટી અને ખાસ કરીને નોટબંધીના નિર્ણય પર સવાલો કરવામાં આવી રહ્યા છે. યશવંત સિંહ બાદ અરુણ શૌરીએ પણ નોટબંધી અંગે સવાલો કર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આ અંગે શું કહ્યું, વાંચો અહીં...

narendra modi on gst and demonetization

પીએમ નરેન્દ્ર મોદીના ભાષના મુખ્ય મુદ્દાઓ:

 • હું જાણું છું કે, રેવડી વહેંચવાની જગ્યાએ લોકો અને દેશના સશક્તિકરણના કામમાં મારે અનેકવાર આલોચનાઓનો સામનો કરવો પડશે, પરંતુ મારા વર્તમાનની ચિંતામાં હું દેશના ભવિષ્યને દાવ પર ન લગાવી શકું.
 • છેલ્લા 3 વર્ષોમાં 21 સેક્ટર સાતે જોડાયેલ 87 નાના-મોટા રિફોર્મ કરવામાં આવ્યા છે. ડિફેન્સ સેક્ટર, કન્સ્ટ્રક્શન સેક્ટર, ફાઇનાન્શિયલ સર્વિસિઝ, ફૂડ પ્રોસેસિંગ, જેવા ઘણા સેક્ટરમાં રોકાણના નિયમોમાં મોટા પરિવર્તનો કરવામાં આવ્યા છે.
 • દેશના આર્થિક ક્ષેત્રને ખોલ્યા પછીથી અત્યાર સુધીમાં જેટલું વિદેશી રોકાણ ભારતમાં થયું છે, તેની તુલના જો છેલ્લા ત્રણ વર્ષોમાં થયેલ રોકાણ સાથે કરવામાં આવે, તો તમને ખબર પડશે કે અમારી સરકાર જે રિફોર્મ કરી રહી છે, તેનું શું પરિણામ મળી રહ્યું છે.
 • એલઇડી બલ્બની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. ફેબ્રૂઆરી 2014 સુધી તેની કિંમત રૂ.310 હતી, આજે સપ્ટેમ્બર 2017માં તેની કિંમત રૂ.39 છે.
 • અફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે પણ એવા નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે, નાણાંકીય સુધારા કરવામાં આવ્યા છે, જે આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ છે.
 • પાછલી સરકારે પોતાના છેલ્લા ત્રણ વર્ષોમાં રિન્યુએબલ એનર્જી પર 4 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. અમારી સરકારે ત્રણ વર્ષમાં આ ક્ષેત્રમાં 10 હજાર 600 કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચ કર્યો છે.
 • જીએસટીમાં પડતી તકલીફોના ઉકેલ માટે કાઉન્સિલ સાથે વાત કરવામાં આવી છે
 • મહેનતથી કમાયેલ તમારા એક-એક પૈસાની કિંમત સરકાર સમજે છે. આથી સરકારની નીતિઓ અને યોજનાઓમાં આ વાતનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જેથી ગરીબો અને મધ્યમ વર્ગીઓનું જીવન પણ સરળ બને અને તેઓ પૈસાની બચત કરી શકે.
 • શું પહેલીવાર જીડીપી ગ્રોથ 5.7 ટકા પર ગયો છે?
 • પાછલી સરકારના કાર્યકાળમાં 8 વાર જીડીપી ગ્રોથ 5 ટકા કે તેથી નીચલી સપાટીએ ગયો હતો
 • એ વાત સાચી છે કે, છેલ્લા ત્રણ વર્ષોમાં 7.5 ટકા ગ્રોથ મેળવ્યા બાદ આ વર્ષે એપ્રિલ-જૂનમાં જીડીપી ગ્રોથમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ એ વાત પણ સાચી છે કે, સરકાર આ ટ્રેન્ડને રિવર્સ કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
 • હું કોઇ અર્થશાસ્ત્રી નથી, પરંતુ આજે જ્યારે આ અંગે આટલી ચર્ચા થઇ રહી છે ત્યારે હું તમને ફ્લેશબેકમાં લઇ જવા માંગુ છું. એક સમય હતો જ્યારે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં ભારતને એક નવા ગ્રૂપમાં નાંખવામાં આવ્યું હતું અને ગ્રૂપનું નામ હતું Fragile Five.
 • આ એવું ગ્રૂપ મનાય છે, જેની પોતાની અર્થવ્યવસ્થા તો એક સમસ્યારૂપ છે જ, પરંતુ સાથે જ તે વૈશ્વિક અર્થવ્યવસ્થાની રિકવરીમાં પણ બાધારૂપ હતા. મારા જેવા અર્થશાસ્ત્રના ઓછા જાણકાર માટે પણ આ વાત સમજવી મુશ્કેલ છે કે, એ સમયે મોટા-મોટા અર્થશાસ્ત્રીઓ હોવા છતાં આવું કઇ રીતે થઇ ગયું?
 • આ સરકારના અથાગ પરિશ્રમનું જ પરિણામ છે કે, આજે દેશની અર્થવ્યવસ્થા ઓછા કેશ સાથે ચાલી રહી છે. Demonetisation બાદ Cash to GDP Ratio હવે 9 ટકા થયો છે. 8 નવેમ્બર, 2016 પહેલાં તે 12 ટકાથી વધુ હતો.
 • નોટબંધી બાદ ફોરેક્સ એક્સચેન્જ રિઝર્વ 25 ટકા જેટલો વધ્યો
 • સાચી દિશામાં જવાનો પ્રયત્ન કરો, સરકાર વેપારીઓની સાથે છે. સરકાર વેપારીઓની મદદ કરશે અને પરિવર્તન લાવવામાં આવશે. દેશની બદલાતી અર્થવ્યવસ્થામાં પ્રમાણિકતાને પ્રીમિયમ મળશે. પ્રમાણિકોના હિતોની સુરક્ષા થશે.
 • અમે રિફોર્મ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે અને આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે. દેશની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી પણ જાળવવામાં આવશે. રોકાણમાં વધારો કરવા માટે તથા આર્થિક વિકાસને ગતિ આપવા માટે જરૂરી દરેક પગલાં લેવામાં આવશે
 • નોટબંધીનો નિર્ણય લેવાની હિંમત અમારી સરકારે બતાવી, કેટલાક લોકો એને બદનામ કરી રહ્યાં છે.
 • કેટલાક લોકોને નિરાશા ફેલાવ્યા બાદ સારી ઊંઘ આવે છે.

English summary
PM Narendra Modi Addresses Company Secretaries.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.