પરીક્ષા પે ચર્ચાઃ PMએ છાત્રોને કહ્યુ - ડરના માહોલથી રહો દૂર, આત્મવિશ્વાસ સાથે કરો મહેનત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 'પરીક્ષા પે ચર્ચા'5માં એડિશનમાં ભાગ લેવા દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમ પહોંચ્યા. જાણો બાળકો સાથે શું વાત કરી.

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 'પરીક્ષા પે ચર્ચા'5માં એડિશનમાં ભાગ લેવા દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમ પહોંચ્યા. ત્યાં મોટી સંખ્યામાં છાત્રો પહેલેથી જ હાજર હતા. કાર્યક્રમમાં સૌથી પહેલા પ્રધાનમંત્રીએ સ્ટેડિયમમાં દેશભરના છાત્રો દ્વારા બનાવવામાં આવેલ પ્રદર્શન જોયુ અને તેના વિશે માહિતી મેળવી. આ કાર્યક્રમનુ પ્રસારણ ટીવી સાથે-સાથે રેડિયો અને સોશિયલ મીડિયા પર પણ કરવામાં આવ્યુ જેથી અંતરિયાળ બાળકો પણ પીએમનુ સંબોધન સાંભળી શકે.

pm modi

કાર્યક્રમમાં બાળકોને સંબોધિત કરીને પીએમે કહ્યુ કે મનમાં નક્કી કરી લો કે પરીક્ષા જીવનનો સહજ હિસ્સો છે. આપણી વિકાસ યાત્રાના આ નાના-નાના પડાવ છે. આ પડાવ પહેલા અમે પણ પસાર થઈ ચૂક્યા છે. પહેલા અમે પણ ઘણી વાર પરીક્ષા આપી ચૂક્યા છે. જ્યારે આ વિશ્વાસ પેદા થઈ જાય ત્યારે આવનારી પરીક્ષા માટે આ અનુભવ પોતાની તાકાત બની જાય છે. તેમણે આગળ કહ્યુ છે કે હું ઈચ્છુ છુ કે છાત્ર પરીક્ષા દરમિયાન ડરનો માહોલથી દૂર રહો. દોસ્તોને કૉપી કરવાની કોઈ જરુર નથી, તમે જે કંઈ પણ કરો છો તે પૂરા આત્મવિશ્વાસ સાથે કરતા રહો.

પીએમએ આગળ કહ્યુ કે પોતાના આ અનુભવોની જે પ્રક્રિયામાંથી તમે પસાર થઈ રહ્યા છો, તેને તમે બિલકુલ નાનુ ના સમજતા. બીજુ તમારા મનમાં જે પેનિક થાય છે, તેના માટે મારો તમને આગ્રહ છે કે તમે કોઈ દબાણમાં ના રહો. જેટલી સહજ તમારી દિનચર્યા હોય છે, એ સહજ દિનચર્યામાં તમે પોતાની આવનારી પરીક્ષાના સમયને પણ જણાવો. જ્યારે તમે ઑનલાઈન અભ્યાસ કરતા હોય તો શું તમે ખરેખર અભ્યાસ કરો છો કે રીલ જુઓ છો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ મન ક્યાંક બીજે હશે તો સાંભળવાનુ બંધ થઈ જાય છે. જે વસ્તુઓ ઑફલાઈન થાય છે, એ જ ઑનલાઈન પણ થાય છે. આનો અર્થ એ છે કે માધ્યમ સમસ્યા નથી, મન સમસ્યા છે. માધ્યમ ઑનલાઈન હોય કે ઑફલાઈન, જો મન પૂરુ એમાં ડૂબેલુ હોય તો તમારા માટે ઑનલાઈન કે ઑફલાઈન કોઈ ફરક નહિ પડે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X