જેએનયુમાં મોદીનું પૂતળુ બાળી મુર્દાબાદના નારા લગાવ્યા

જ્યાં એક તરફ વિજયાદશમીના અવસર પર સમગ્ર દેશમાં રાવણનું પૂતળુ બાળવામાં આવ્યુ ત્યાં જેએનયુના કૅમ્પસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પૂતળુ બાળવામાં આવ્યુ. આ ઘટના મંગળવાર રાતની છે, જ્યારે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં અમુક છાત્રોએ પ્રધાનમંત્રી મોદીનું પૂતળુ બાળીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

jnu

છાત્રોએ મોદીના પૂતળાને રાવણના પૂતળાની જેમ 10 માથાવાળુ બનાવ્યુ હતુ. આમાં પીએમ મોદી ઉપરાંત યોગ ગુરુ બાબા રામદેવ, અમિત શાહ, સાધ્વી પ્રગ્ના, યોગી આદિત્યનાથ, આસારામ બાપૂ, નત્થૂરામ ગોડસે, જેએનયુ વીસી, ગ્નાનદેવ આહુજા અને અમુક અન્ય લોકોના ફોટા લગાવવામાં આવ્યા હતા.

narendra modi

ટાઇમ્સ ઑફ ઇંડિયા સાથે વાતચીતમાં એનએસયુઆઇના એક સભ્યએ આ વાતની પુષ્ટિ પણ કરી કે તેમણે જ પૂતળુ બાળ્યુ હતુ. તેમનુ કહેવુ છે કે પૂતળુ એટલા માટે બાળવામાં આવ્યુ કે બુરાઇને સરકારમાંથી બહાર જવાનો સંદેશ આપી શકાય અને એવી સિસ્ટમ લાવવામાં આવે જે છાત્રો અને જનતાના હિતમાં કામ કરે.

narendra modi

એનએસયુઆઇના સભ્યોનું કહેવુ છે કે પીએમ મોદી ઉપરાંત બાબા રામદેવનું પૂતળુ એટલા માટે ફૂંકવામાં આવ્યુ કારણકે તે તો હવે બાબાથી બિઝનેસમેન બની ગયા છે. સરકારના વચનો હવે માત્ર કાગળો પર રહી ગયા છે. છાત્રોના અવાજને પ્રશાસન તરફથી દબાવવામાં આવી રહ્યો છે.

narendra modi

પૂતળુ બાળવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં મોદીનું પૂતળુ બાળતી વખતે પીએમ મોદી વિરુદ્ધ મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા. તમને જણાવી દઇએ કે એનએસયુઆઇ કોંગ્રેસનું સંગઠન છે માટે ભાજપ એવી માંગ કરી રહી છે કે સોનિયા ગાંધીએ આના માટે માફી માંગવી જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X