For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકીઓને પુલવામાં હુમલાની કિંમત ચૂકવવી પડશે: પીએમ મોદી

દેશની સૌથી ફાસ્ટ ટ્રેન વંદે માતરમ એક્સપ્રેસને પીએમ મોદીએ આજે દિલ્હીમાં ગ્રીન સિગ્નલ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી ફાસ્ટ ટ્રેન વંદે માતરમ એક્સપ્રેસને પીએમ મોદીએ આજે દિલ્હીમાં ગ્રીન સિગ્નલ આપ્યો છે. આ અવસરે તેમને પુલવામાં શહીદોને યાદ કર્યા અને 2 મિનિટનું મૌત પાડ્યું. પીએમ મોદીએ પુલવામાં હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ હુમલાને કારણે આખો દેશ ગુસ્સામાં છે, દેશના લોકોનું લોહી ઉકળી રહ્યું છે. તેમને કહ્યું કે આતંકીઓને કચડવાની કાર્યવાહી વધારે ઝડપી બનશે અને આતંકીઓને પુલવામાં હુમલાની કિંમત ચૂકવવી પડશે.

pm modi

પીએમ મોદીએ બધા જ રાજનૈતિક દળોને અપીલ કરી છે કે તેઓ રાજનીતિ આરોપોથી દૂર રહે. આપણે બધાએ એક થઈને આતંકવાદ સામે લડવાનું છે. પીએમ મોદીએ કહ્યું કે આતંકીઓએ ખુબ જ મોટી ભૂલ કરી છે. અમે સુરક્ષાબળોને પુરી છૂટ આપી દીધી છે. કોઈને પણ છોડવામાં નહીં આવે, આ હુમલા માટે આતંકીઓને સજા મળશે.

આ પણ વાંચો: પુલવામા હુમલોઃ જે બસ પર હુમલો થયો તેમાં 42 જવાન હતા સવાર, અહીં વાંચો આખું લિસ્ટ

પીએમ મોદીએ કહ્યું કે આ હુમલા માટે આતંકીઓને મોટી કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાન પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ પાડોશી દેશોના કોઈ પણ ઈરાદા પુરા નહીં થવા દે. પીએમ મોદીએ આગળ કહ્યું કે વિશ્વના તમામ દેશોએ પુલવામા હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે માનવતાવાદી દળો સાથે મળીને લડવું પડશે.

આ પણ વાંચો: પુલવામા અટેકઃ CRPFના કાફલામાં 1000ની જગ્યાએ 2500 જવાન કેમ હતા?

પીએમ મોદીએ કહ્યું કે આપણા વીર જવાનોએ પ્રાણોનું બલિદાન આપ્યું છે, તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. આપણે જણાવી દઈએ કે પુલવામાં હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે સખત પાગલ લીધા છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ કરવાની વાત થઇ. પાકિસ્તાન પાસેથી Most Favoured Nation દરજ્જો ભારત પાછો લેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો.

English summary
pm narendra modi flags off Vande Bharat Express in jhansi, condemns pulwama attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X