For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા અટેકઃ CRPFના કાફલામાં 1000ની જગ્યાએ 2500 જવાન કેમ હતા?

પુલવામાઃ CRPFના કાફલામાં 1000ની જગ્યાએ 2500 જવાન કેમ હતા?

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલ હુમલામાં 44 જવાનો શહીદ થઈ ગયા છે. ગુરુવારે જે કાફલા પર હુમલો થયો, તેમાં 2500 જવાન સામેલ હતા. અમૂમન સીઆરપીએફના કાફલામાં એક હજાર જવાનો જ ચાલે છે પરંતુ ગુરુવારે 2547 જવાનો હતા. અધિકારીઓએ જણાવ્યું કે રાજમાર્ગ પ પાછલા બે-ત્રણ દિવસથી ખરાબ હવામાન અને પ્રશાસનિક કારણોથી કોઈ ચળવળ નહોતી થઈ રહી. એવામાં ઘાટી પરત ફરી રહેલ કાફલામાં જવાનોની સંખ્યા વધુ હતી.

crpf

સીઆરપીએફના મહાનિદેશક આરઆર ભટનાગરે જણાવ્યું કે કાફલો જમ્મુથી બપોરે સાડા ત્રણ વાગ્યે નિકળ્યો હતો અને માનવામાં આવી રહ્યું હતું કે સૂર્યાસ્ત થતાં તે શ્રીનગર પહોંચનાર હતો. ગુરુવારે પુલવામામાં અવન્તીપુરાના ગોરીપુરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર મોટો ફિદાયીન હુમલો થયો. હુમલામાં 44 જવાનોના અત્યાર સુધીમાં જીવ ગયા છે, કેટલાય જવાનોની હાલત ગંભીર જણાવવામાં આવી હી છે. કેટલાય ડઝનેક જવાનો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. જે કાફલા પર હુમલો થયો, તેમાં 2500 જવાન સામેલ હતા. જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. જૈશના આંતકી આદિલ અહમદ ઉર્ફ વકાસ કમાંડો વિસ્ફટકો સાથે ભેલ ગાડી લઈ જવાનોની બસ સાથે ટકરાઈ ગયો.

પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ અને દેશના અન્ય નેતાઓએ આ હુમલાની નિંદા કરી છે. રાહુલ ગાંધીએ આ હુમલાને હીન કોટીનો ગણાવ્યો. મમતા બેનરજી અને જયંત ચૌધરીએ હુમલાની નિંદા કરી છે. મેહબૂબા મુફ્તીએ કહ્યું કે, મારી પાસે આ હુમલાની નિંદા કરવા માટે પર્યાપ્ત શબ્દો નથી. જ્યારે અમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું કે, ઘાયલો સાથે મારી સંવેદના છે, આકરા શબ્દોમાં નિંદા કરું છું.

જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે આતંકીઓની હતાશા ગણાવી દીધી. આતંકીઓ માટે જવાબદાર લોકો જમ્મુ અને કાશ્મીરમાં પોતાની હાજરી દેખાડવા માંગે છે અને તેઓ હતાશ છે, આવા હુમલાથી તેઓ પોતાની હાજરી સાબિત કરવા માગે છે.

આ પણ વાંચો- પુલવામા અટેક પર બોલ્યા મોદી- જવાનોનું બલિદાન વ્યર્થ નહિ જાય

English summary
Pulwama Attack why more than 2500 jawan in crpf convoy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X