For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્મૃતિ ઈરાનીએ જણાવ્યુ, કેમ માર્ચ 2022 સુધી ગરીબોને મળશે મફત રાશન

દેશભરમાં કેન્દ્ર સરકાર તરફથી ગરીબોને મફત રાશન વિતરણની યોજના ફરીથી શરુ કરવામાં આવી છે જે અંગે સ્મૃતિ ઈરાનીએ માહિતી આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીના કારણે દેશભરમાં કેન્દ્ર સરકાર તરફથી ગરીબોને મફત રાશન વિતરણની યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ જે રીતે કોરોનાની સ્થિતિ દેશમાં સુધરવા લાગી ત્યારબાદ સરકારે હાલમાં જ આ યોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. સરકારના આ નિર્ણયનો વિપક્ષે ખૂબ વિરોધ કર્યો હતો ત્યારબાદ છેવટે સરકારે આ યોજનાને આવતા વર્ષે માર્ચ મહિના સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ બાબતે ખુદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ માહિતી આપી છે.

smriti irani

સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો છે કે ગરીબોને મફત રાશન ઉપલબ્ધ કરાવવાની પરિયોજના માર્ચ 2022 સુધી ચાલુ રહેશે. સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે ભારત દુનિયામાં એકમાત્ર એવો દેશ છે જ્યાં 80 કરોડ લોકોને મફતમાં રાશન ઉપલબ્ધ કરાવવાની યોજના છે. સ્મૃતિ ઈરાનીએ આ નિવેદન દિલ્લીમાં આયોજિત ઈફ્કી સીએસઆરના કૉન્ક્લેવમાં આપ્યુ છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે અમે આ નિર્ણય દયાના કારણે નથી લીધો પરંતુ અમારામાં જવાબદારીનો આભાસ છે જેના કારણે મફત રાશન યોજનાને આગળ વધારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને માર્ચ 2022 સુધી વધારવામાં આવી છે જે હેઠળ લોકોને 5 કિલો વધુ અનાજ પ્રતિ વ્યક્તિ આપવામાં આવે થે, આ યોજનાનો લાભ એ બધા લોકોને મળે છે કે જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવે છે.

ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ આ વર્ષે મે મહિનાથી નવેમ્બર મહિના સુધી 80 કરોડ લોકોને મફતમાં રાશન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યુ છે. આ બાબતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે યુપીમાં 15 કરોડ લોકોને મફતમાં રાશન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યુ છે. યોગી આદિત્યનાથે કહ્યુ છે કે તે આ યોજનાને આવતા વર્ષે હોળી સુધી ચાલુ રાખશે અને તેનો બધો ખર્ચ સરકાર આપશે.

English summary
PM Narendra Modi has decided to continue free ration scheme till march 2022.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X