For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંક્રમણ અને રસીકરણ માટે પીએમ મોદીએ કરી ઉચ્ચ સ્તરીય બેઠક, સ્થિતિની કરી સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસની સંક્રમણની સ્થિતિ અને રસીકરણ અભિયાનની સમીક્ષા કરવા માટે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસની સંક્રમણની સ્થિતિ અને રસીકરણ અભિયાનની સમીક્ષા કરવા માટે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં થયેલ બેઠકમાં સીનિયર અધિકારીઓ અને ઈન્ડિય કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના વૈજ્ઞાનિક શામેલ થયા. વળી, ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ બેઠકમાં હાજર રહ્યા.

pm modi

પીએમ મોદીએ શુક્રવારે 'પીએમ કિસાન'ની આઠમો હપ્તો ટ્રાન્સફર કરીને કહ્યુ હતુ કે કોરોના મહામારીમાં દેશવાસીઓ જે મુશ્કેલી વેઠી રહ્યા છે તેને તે અનુભવી રહ્યા છે. મોદીએ પીએમ કિસાનનો આઠમો હપ્તો ટ્રાન્સફર કરીને કહ્યુ હતુ, 'છેલ્લા અમુક સમયથી દેશવાસીઓએ જે મુશ્કેલી સહન કરી છે તેને હું પણ એટલી જ અનુભવી રહ્યો છુ.' પીએમે કહ્યુ કે 100 વર્ષ બાદ આટલી ભીષણ મહામારી દુનિયાની પરીક્ષા લઈ રહી છે. અમારી સામે એક અદ્શ્ય દુશ્મન છે.

'તૌકતે' વાવાઝોડુઃ મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવ્યા'તૌકતે' વાવાઝોડુઃ મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવ્યા

કોરોના સંક્રમણથી ગંભીર રીતે પ્રભાવિત છે દેશ

શનિવારે(15 મે)ના આંકડા મુજબ ભારતમાં કોવિડ-19ના છેલ્લા 24 કલાકમાં 3,26,098 નવા કેસ સામે આવ્યા છે અને 3,53,299 લાખ લોકો રિકવર થયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 3890 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 2,66,207 લોકોના મોત થયા છે. ભારતમાં હાલમાં સક્રિય કેસોની સંખ્યા 36,73,802 છે. વળી, કુલ ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા 2,04,32,898 થઈ ગઈ છે. દેશમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 2,43,72,907 છે. દેશમાં અત્યાર સુધી 18,04,57,579 લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. વળી, છેલ્લા 24 કલાકમાં 11,03,625 લોકોને વેક્સીનેટ કરવામાં આવ્યા છે.

English summary
PM Narendra Modi high level meeting on Coronavirus situation and vaccination in country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X